અજીત પવારના નિધન બાદ NCP વિલિનીકરણ પર પૂર્ણ વિરામ, તટકરેના નિવેદનથી શરદ પવારને ઝટકો!
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન અકસ્માતમાં નિધન થયા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (N

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન અકસ્માતમાં નિધન થયા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વિલિનીકરણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, જોકે હવે NCPના અધ્યક્ષ સુનીલ તટકરેના નિવેદન બાદ આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અજિતની ઈચ્છા બાદ શરદ પવારે બંને પાર્ટીના મર્જરનું નિવેદન આપ્યું હતું. જોકે તટકરેની વાતથી મહારાષ્ટ્રના રાજકારણમાં સમીકરણો બદલાઈ ગયો છે.
તટકરેના નિવેદનથી શરદ પવારને ઝટકો !
સુનીલ તટકરેએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમારી પાર્ટીનો એનડીએ સાથે રહેવાનો નિર્ણય મજબૂત અને કાયમ છે. જે નેતાઓ ભાજપના નેતૃત્વવાળી NDA સાથે રહેવા ઈચ્છે છે, તો તેઓ તે મુજબ નિર્ણય લે.’ તટકરેનું આ નિવેદન શરદ પવારના નિવેદન તરફ ઈશારો કરી રહી હોવાનું મનાઈ રહ્યું છે.
અજિત પવારે NCPના બે જૂથોને એક થવા અંગે મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, બંને તરફના કાર્યકર્તાઓની ભાવના એક થવાની છે. જોકે અજિતના નિધન બાદ હવે NCP જૂથનો મૂડ હવે બદલાઈ ગયો છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, અજિતના નિધન બાદ NCPSPના વડા શરદ પવારે કહ્યું હતું કે, અજિત પવારની ઈચ્છા પુરી થવી જોઈએ.
શરદ પવારના નિવેદન બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કહ્યું છે કે, ‘જો NCPના મર્જરની વાત ફાઈનલ થઈ હોત તો અજિત દાદાએ મને જરૂર કહી હોત.’
અજિતના નિધન બાદ NCPના મર્જરની વાતો શરૂ થઈ હતી
ઉલ્લેખનીય છે કે, અજિત પવાર (Ajit Pawar) ના નિધન બાદ એનસીપીના વિલિનીકરણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ સુનીલ તટકરે (Sunil Tatkare)નું આ નિવેદન સામે આવ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે, બંને પાર્ટીને એક કરવાનો રસ્તો સંપૂર્ણ બંધ થયો નથી, પરંતુ મર્જર કરવા માટે શરદ પવારે (Sharad Pawar) અજિતની એનસીપીની રાજકીય લાઈન સ્વિકારવી પડશે. તટકરેએ તો લોકો પર પર નિશાન સાધ્યું છે, જેમણે અજિતના અંતિમ સંસ્કાર પહેલા મર્જરની વાતો શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું કે, આવા લોકોએ કહેવું જોઈએ કે, આવી ચર્ચાઓ વહેલી કેમ શરૂ કરવામાં આવી. NCPSPના ધારાસભ્ય રોહિત પવારે તાજેતરમાં કહ્યું હતું કે, પવાર પરિવારમાં 13 દિવસ સુધી કોઈપણ રાજકીય ચર્ચા નહીં થાય. ત્યારબાદ આગામી નિર્ણયો લેવામાં આવશે.








