કર્ણાટક: ગણેશ વિસર્જન દરમિયાન માંડ્યામાં સાંપ્રદાયિક હિંસા, ટોળાએ ઘણી દુકાનોમાં આગ લગાવી
સમગ્ર દેશમાં હાલ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વો કોમી અશાંતિ ફેલાવ

સમગ્ર દેશમાં હાલ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વો કોમી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે કર્ણાટકના માંડ્યા જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન ભક્તો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારા બાદ શહેરની શાંતી ભંગ થઇ છે. બે જૂથો વચ્ચે લડાઇ બાદ શહેરમાં તોડફોડ અને આગચંપીની ઘટના સામે આવી છે. જો કે, ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો, જો કે, વિસ્તારમાં હજુ પણ તણાવની સ્થિતિ બનેલી છે.
આ ઘટના માંડ્યા જિલ્લાના નાગમંગલા વિસ્તારમાં બની હતી. ઘટના એવી છે કે, બદરીકોપ્પલુ ગામના યુવકો ગણેશ વિસર્જન માટે સરઘસ નીકાળી રહ્યા હતા, આ સરઘસ જ્યારે એક મસ્જિદ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે મસ્જિદ પાસેથી અચાનક કેટલાક લોકોએ સરઘસ પર પથ્થરમારો કર્યો હતો.
દુકાનોમાં તોડફોડ, વાહનો સળગાવ્યા
પથ્થરમારો થયા બાદ પરિસ્થિતિ ધીમે-ધીમે વણસવા લાગી હતી અને બંને જૂથો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જે પછી તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી હતી. જો કે, પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, અન્ય જિલ્લાઓમાંથી પણ વધારાના દળોને બોલાવવામાં આવ્યા છે.
કેવી રીતે શરૂ થયો વિવાદ?
બદરીકોપ્પાલુ ગામના યુવાનો ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા કાઢી રહ્યા હતા. જ્યારે નાગમંગલાના મુખ્ય માર્ગ પર સ્થિત એક મસ્જિદ નજીકથી સરઘસ પસાર થઈ રહ્યું હતું, ત્યારે મસ્જિદ નજીકથી જુલૂસ પર કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે સ્થિતિ વણસી હતી અને બે સમુદાયો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરી અને બે વાહનોને આગ ચાંપી દીધી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ હિન્દુ સમુદાયના રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન પર પ્રદર્શન કર્યું અને ઘટના માટે જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી.
વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર
રસ્તાઓ પર પાર્ક કરેલી મોટરસાયકલોને પણ નિશાન બનાવીને આગ ચાંપી દેવામાં આવી હતી, જેનાથી તણાવમાં વધારો થયો હતો અને બે સમુદાયો વચ્ચે હિંસા થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે વિસ્તારમાં હાઈ એલર્ટ જારી કરી દીધું છે અને BNSની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે અને લોકોના ભેગા થવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.








