મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કોર્ટ કેમ્પસ બન્યું અખાડો, વકીલો અને જજ વચ્ચે બબાલ; પોલીસે કર્યો લાઠીચાર્જ

યુપીના ગાઝિયાબાદથી મંગળવારે એક મોટી ઘટના સામે આવી છે. ગાઝિયાબાદ કોર્ટ કેમ્પસ

VIDEO: કોર્ટ કેમ્પસ બન્યું અખાડો, વકીલો અને જજ વચ્ચે બબાલ; પોલીસે કર્યો લાઠીચાર્જ

યુપીના ગાઝિયાબાદથી મંગળવારે એક મોટી ઘટના સામે આવી છે. ગાઝિયાબાદ કોર્ટ કેમ્પસમાં ન્યાયાધીશ અને વકીલ એકબીજા સાથે બબાલ થઈ હતી. જે બાદ ભારે હોબાળો થયો હતો. મળતી માહિતી મુજબ, કોર્ટમાં વકીલો અને જિલ્લા ન્યાયાધીશ વચ્ચે એક કેસને લઈને દલીલ થઈ હતી, જે વિવાદ ખૂબ વધી ગયો હતો. મામલો એવા તબક્કે પહોંચ્યો કે ન્યાયાધીશોએ પોલીસને બોલાવવાની જરૂર પડી. 
 
આજે લગભગ 12 વાગે ગાઝિયાબાદ કોર્ટમાં વકીલો અને જિલ્લા ન્યાયાધીશ વચ્ચે એક કેસને લઈને દલીલ થઈ હતી. વિવાદ વધતો જોઈને ન્યાયાધીશોએ પોલીસને બોલાવી. મામલો શાંત પાડવા માટે બોલાવવામાં આવેલી પોલીસ આવતાં થોડા સમયમાં જ જજથી માંડીને પોલીસ અને વકીલો વચ્ચે વિવાદ વકર્યો હતો.

હંગામાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે,  ઘટનાસ્થળે વકીલો અને પોલીસ વચ્ચે બબાલ ચાલી રહી છે. લાઠીચાર્જ અને તંગદિલીના કારણે સમગ્ર કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થિતિ સંપૂર્ણ તંગ બની ગઈ હતી. કોર્ટ પરિસરમાં જજ અને વકીલ વચ્ચે બબાલ મચી હતી. 

પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો

મામલો વણસતો જોઈને પોલીસે વકીલો પર લાઠીચાર્જ કર્યો હતો. મળતી માહિતી મુજબ લાઠીચાર્જ દરમિયાન વરિષ્ઠ વકીલ નાહર સિંહ યાદવ ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે.

આ સમાચાર શેર કરો