મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી સફળતા, રાજૌરી-કુપવાડામાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના વધતા પડકાર વચ્ચે સુરક્ષાદળોએ કાર્યવાહી કરી છે. કુપવાડા જિલ્લામાં બ

કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી સફળતા, રાજૌરી-કુપવાડામાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના વધતા પડકાર વચ્ચે સુરક્ષાદળોએ કાર્યવાહી કરી છે. કુપવાડા જિલ્લામાં બે અલગ અલગ અથડામણમાં ત્રણ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે. ભારતીય સેનાની ચિનાર કોરે જાણકારી આપી છે. કુપવાડાના માછિલ સેક્ટરમાં અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીને ઠાર માર્યા છે. કુપવાડાના તંગધાર સેક્ટરમાં એક અન્ય આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે.

મહત્ત્વપૂર્ણ છે કે 28-29 ઓગસ્ટની મધઅય રાત્રિએ તંગધાર સેક્ટરમાં આતંકવાદી જોવા મળ્યા બાદ સુરક્ષાદળોએ એક સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ દરમિયાન માછિલ સેક્ટરમાં પણ એક ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. 57 રાષ્ટ્રીય રાઇફલ્સ (RR)ના સૈનિકોએ વિસ્તારમાં ત્રણ આતંકવાદીને જોયા હતા.

આ સિવાય રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે ત્રીજી અથડામણ શરૂ થઇ હતી. અહીં ત્રણથી ચાર આતંકવાદીઓ સંતાયા હોવાની શંકા હતી.

ભારતીય સેનાની ચિનાર કોરે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, 'ઘૂસણખોરીની સંભાવના વિશે ગુપ્ત જાણકારીના આધાર પર ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે 28-29 ઓગસ્ટની રાત્રે કુપવાડાના તંગધાર વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં એક આતંકવાદી ઠાર મરાયાની સંભાવના છે.'

એક અન્ય પોસ્ટમાં કહેવામાં આવ્યું, 'ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે 28-29 ઓગસ્ટની રાત્રે કુપવાડાના માછિલ સેક્ટરમાં એક સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. ખરાબ હવામાનમાં શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી અને આપણા સૈનિકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં બે આતંકવાદી ઠાર મરાયાની સંભાવના છે. ઓપરેશન ચાલુ છે.'

જમ્મુ-કાશ્મીરમાં આવતા મહિને મતદાન છે

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. અહીં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી પંચે 20 ઓગસ્ટે તારીખોની જાહેરાત કરી હતી. 4 જૂને પરિણામ આવશે અને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ પ્રથમ વખત અહીં રાજ્ય સરકારની ચૂંટણી થશે. કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થવાનું છે.

આ સમાચાર શેર કરો