મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સીઆઈસીએ ચૂંટણી પંચને નોટિસ ફટકારી, RTIનો જવાબ ન આપીને કર્યો હતો કાયદાનો ભંગ

કેન્દ્રીય માહિતી પંચ (CIC) એ ચૂંટણી પંચને RTIની માહિતી ના આપવા બદલ નોટિસ ફટકારી છે, સાથે જ કહ્યું છે કે માહિતી આપવા

સીઆઈસીએ ચૂંટણી પંચને નોટિસ ફટકારી, RTIનો જવાબ ન આપીને કર્યો હતો કાયદાનો ભંગ

કેન્દ્રીય માહિતી પંચ (CIC) એ ચૂંટણી પંચને RTIની માહિતી ના આપવા બદલ નોટિસ ફટકારી છે, સાથે જ કહ્યું છે કે માહિતી આપવાની ના પાડીને કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. ઈવીએમ અને વીવીપીએટી સાથે સંકળાયેલી આરટીઆઈનો જવાબ 30 દિવસ પસાર થઈ જવા છતા ચૂંટણી પંચ દ્વારા નહોતો આપવામાં આવ્યો.

ચૂંટણી પંચે જવાબ નહોતો આપ્યો

પૂર્વ IAS અધિકારી એમજી, દેવસહાયમે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો ઈવીએમ અને વીવીપીએટી વોટ કાઉન્ટિંગ પ્રક્રિયાની વિશ્વસનિયતાને લઈને જે માગણીઓ ઉઠી હતી તેને લઈને શું કાર્યવાહી હાથ ધરવામાં આવી તેનો જવાબ માગ્યો હતો. આરટીઆઈ કાયદાના નિયમ મુજબ અરજી મળ્યાના 30 દિવસની અંદર સરકારી વિભાગોએ જવાબ આપી દેવાનો હોય છે. જોકે ચૂંટણી પંચે 30 દિવસનો સમય પસાર થઈ જવા છતા શું કાર્યવાહી કરી તેનો જવાબ નહોતો આપ્યો. બાદમાં અરજદારે માહિતી કમિશન સમક્ષ અપીલ કરી હતી.

માહિતી કમિશન દ્વારા અપીલની સુનાવણી કરાઈ હતી

માહિતી કમિશન દ્વારા અપીલની સુનાવણી કરાઈ હતી અને ચૂંટણી પંચને નોટિસ ફટકારીને જવાબ માગ્યો હતો. હવે આ અરજીનો જવાબ આપવા માટે જે પણ અધિકારીઓ જવાબદાર છે તે તમામ પાસેથી લેખિત જવાબ માગવામાં આવ્યો છે. આ સાથે જ મુખ્ય ચૂંટણી કમિશનરે આરટીઆઈનો 30 દિવસની અંદર જવાબ રજુ કરવા માટે પણ ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો.

ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનિયતા પર સવાલો ઉઠાવાયા હતા

આ પહેલા અરજદાર પૂર્વ IAS અધિકારી સહિત અનેક લોકોએ ચૂંટણી પંચને પ્રસ્તાવ મોકલ્યો હતો જેમાં ઈવીએમ-વીવીપીએટી અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનિયતા પર સવાલો ઉઠાવાયા હતા, જે અંગે પંચે શું કાર્યવાહી હાથ ધરી, કોઈ બેઠક બોલાવી કે કેમ વગેરે માહિતી આરટીઆઈ દ્વારા માગવામાં આવી હતી. હવે આ માહિતી ચૂંટણી પંચે આપવાની રહેશે.

આ સમાચાર શેર કરો