મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચંદ્રબાબુ નાયડુ કોની સાથે? નરેન્દ્ર મોદી સાથે બેઠક બાદ TDP પ્રમુખનું પ્રથમ રિએક્શન

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થયા બાદ હવે સરકાર બનાવવાની કવાયત શરૂ થઇ ગઇ છે. વડાપ્રધ

ચંદ્રબાબુ નાયડુ કોની સાથે? નરેન્દ્ર મોદી સાથે બેઠક બાદ TDP પ્રમુખનું પ્રથમ રિએક્શન

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થયા બાદ હવે સરકાર બનાવવાની કવાયત શરૂ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને NDA સંસદીય દળની બેઠકમાં નેતા પસંદ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી NDA 7 જૂને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ બેઠકમાં TDPના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ પણ હાજર રહ્યાં હતા.

અમે NDA સાથે- ચંદ્રબાબુ નાયડુ

NDAની બેઠક બાદ TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, બેઠક સારી રહી. અમે NDA સાથે મળીને ચૂંટણી લડ્યા ત્યારે આજની મીટિંગમાં સામેલ થયા છીએ? જો અમે ગઠબંધનનો ભાગ ના હોત તો સાથે મળીને ચૂંટણી કેવી રીતે લડતા? 3 પાર્ટીઓએ સાથે મળીને ચૂંટણી લડી.

ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, "જો અમે NDAનો ભાગ નથી તો અમે ચૂંટણી કેવી રીતે લડી શકીએ છીએ? અમે સામુહિક રીતે લડી, બેઠક સારી રહી..."

TDPએ 6 મંત્રાલય અને સ્પીકર પદ માંગ્યું

NDAની બેઠકમાં સુત્રો અનુસાર TDPએ 6 મંત્રાલય સહિત સ્પીકર પદની માંગ કરી છે. JDUએ 3, ચિરાગ પાસવાને 2 (એક કેબિનેટ, એક સ્વતંત્ર પ્રભાર), માંઝીએ એક, શિંદેએ 2 (એક કેબિનેટ, એક સ્વતંત્ર પ્રભાર) મંત્રાલયોની માંગ કરી છે. જયંત યાદવે કહ્યું કે અમને ચૂંટણી પહેલા એક મંત્રી પદ આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ રીતે અનુપ્રિયા પટેલ પણ એક મંત્રી પદ ઇચ્છે છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠક મળી છે. આ બહુમતના આંકડા (272)થી 32 બેઠક ઓછી છે. જોકે, NDAએ 292 બેઠક સાથે બહુમતના આંકડાને પાર કર્યો છે.ચંદ્રબાબુ નાયડુની TDP 16 બેઠક સાથે બીજા અને નીતિશ કુમારની JDU 12 બેઠક સાથે NDAમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. બન્ને પાર્ટીઓ આ સમયે ભાજપ માટે જરૂરી છે.

આ સમાચાર શેર કરો