મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

NDAના ઉપાધ્યક્ષ બનવા માગતા હતા ચંદ્રબાબુ નાયડુ, મોદીએ ના પાડી દીધી: દેવગૌડાનો દાવો

પૂર્વ પીએમ અને જેડી(એસ) અધ્યક્ષ એચડી દેવગૌડાએ ગુરુવારે રાજ્યસભામાં દા

NDAના ઉપાધ્યક્ષ બનવા માગતા હતા ચંદ્રબાબુ નાયડુ, મોદીએ ના પાડી દીધી: દેવગૌડાનો દાવો

પૂર્વ પીએમ અને જેડી(એસ) અધ્યક્ષ એચડી દેવગૌડાએ ગુરુવારે રાજ્યસભામાં દાવો કર્યો હતો કે, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ 2024ની લોકસભા ચૂંટણી પછી એનડીએના ઉપાધ્યક્ષ બનવા માંગતા હતા, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીએ તેમની ઓફર નકારી કાઢી હતી. દેવેગૌડાએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપતી વખતે આવો દાવો કર્યો હતો.

દેવગૌડાએ કહ્યું, “2024માં જ્યારે મોદીજીને 240 બેઠકો મળી ત્યારે ચંદ્રબાબુ નાયડુ અને તેમના સાંસદો NDA ના તમામ પક્ષો દ્વારા બનાવેલી સમિતિના ઉપાધ્યક્ષ અથવા અધ્યક્ષ બનવા માંગતા હતા. પણ મોદીજીએ કહ્યું કે આવું કંઈ નહીં થાય. તેમની પાસે પ્રશાસન ચલાવવાનો અનુભવ છે, તેઓ કોઈપણ અરાજકતા વિના દેશ ચલાવી શકે છે અને તેઓ દેશના એકમાત્ર સૌથી મોટા નેતા છે જે તેનું નેતૃત્વ કરી શકે છે.

દેવગૌડાના આ નિવેદનથી રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષ નેતા જેપી નડ્ડાને આ મુદ્દા પર ટૂંકું નિવેદન આપવાની તક આપી.

નડ્ડાએ દેવગૌડાના દાવાને નકારી કાઢતા કહ્યું, “માનનીય દેવગૌડાજી, જે એનડીએના ભાગીદાર છે અને ભૂતપૂર્વ પીએમ પણ છે, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર વિશે એક મુદ્દો ઉઠાવ્યો છે. પાર્ટી પ્રમુખ તરીકે, હું આ બાબત સ્પષ્ટ કરવા માંગુ છું. એનડીએમાં આવી કોઈ ચર્ચા થઈ નથી અને બધાએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ પાછળ પોતાની તાકાત લગાવવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, જેડી(એસ) એનડીએનો એક ભાગ છે અને લોકસભામાં તેના બે સાંસદ છે. દેવેગૌડાના પુત્ર એચડી કુમારસ્વામી કેન્દ્રીય ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી છે.

આ સમાચાર શેર કરો