મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

NDAની બેઠકમાંથી પરત ફર્યા બાદ ચંદ્રબાબુ નાયડુ સ્ટાલિનને મળ્યા, શું રાજકીય સોગઠા ગોઠવાયા

લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ બુધવારે દિલ્હીમાં બે મોટી બેઠકો યોજાઈ હતી. એક બેઠક એનડી

NDAની બેઠકમાંથી પરત ફર્યા બાદ ચંદ્રબાબુ નાયડુ સ્ટાલિનને મળ્યા, શું રાજકીય સોગઠા ગોઠવાયા

લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ બુધવારે દિલ્હીમાં બે મોટી બેઠકો યોજાઈ હતી. એક બેઠક એનડીએ અને બીજી ઈન્ડિયા એલાયન્સની હતી. આ બેઠકોને લઈને રાજકીય ગરમાવો હજુ શમ્યો ન હતો ત્યારે દક્ષિણના બે નેતાઓની બેઠકના કારણે રાજકીય ગરમાવો વધુ ઉગ્ર બન્યો હતો. આ બંને નેતાઓ અલગ અલગ ગઠબંધનનો હિસ્સો છે.

દિલ્હીમાં બેઠક બાદ ડીએમકેના વડા અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુ દિલ્હી એરપોર્ટ પર મળ્યા હતા. સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, જૂના મિત્ર ચંદ્રબાબુ નાયડુને દિલ્હી એરપોર્ટ પર મળ્યા.

'મને પૂરો વિશ્વાસ છે કે તેઓ કેન્દ્ર સરકારમાં મહત્વની ભૂમિકા ભજવશે'


તેમણે આ પોસ્ટમાં આગળ લખ્યું છે કે, મેં તેમને શુભેચ્છા પાઠવી છે. આશા વ્યક્ત કરી કે અમે તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ રાજ્યો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે સહયોગ કરીશું. મને પૂરો વિશ્વાસ છે કે તેઓ કેન્દ્ર સરકારમાં મહત્વની ભૂમિકા નિભાવશે. દક્ષિણના રાજ્યોની વકીલાત કરશે. અમારા અધિકારોનું રક્ષણ કરશે.

ભાજપ 2014 પછી પહેલીવાર મેજિક ફિગરથી પાછળ 

543 સભ્યોની લોકસભામાં NDA 272ના બહુમતી અંકથી ઉપર છે. પરંતુ, આ ગઠબંધનની આગેવાની કરી રહેલી ભાજપ 240 બેઠકો જીતવામાં સફળ રહી છે. જે 2014 પછી પ્રથમ વખત જાદુઈ આંકડાની પાછળ છે. બુધવારે દિલ્હીમાં NDAની બેઠક મળી હતી. જેમાં નરેન્દ્ર મોદીને સર્વાનુમતે ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ રીતે, તેમના માટે સતત ત્રીજી વખત ગઠબંધન સરકારના વડા તરીકે શપથ લેવાનો માર્ગ સાફ થઈ ગયો છે.

રજનીકાંતે મોદી, સ્ટાલિન અને નાયડુને અભિનંદન પાઠવ્યા


અભિનેતા રજનીકાંત પીએમ નરેન્દ્ર મોદી, તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુને અભિનંદન પાઠવ્યા હતા. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, મારા પ્રિય મિત્રો, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને ચંદ્રબાબુ નાયડુ ગરુને હાર્દિક અભિનંદન. હું NDA અને નરેન્દ્ર મોદીજીને આદરપૂર્વક અભિનંદન આપું છું.

આ સમાચાર શેર કરો