મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા, પીએમ મોદીની હાજરીમાં લીધા શપથ

ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બની ગયા છે. ચંદ્રબાબુ નાયડુએ આંધ્ર પ્રદેશના મુખ્યમં

ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા, પીએમ મોદીની હાજરીમાં લીધા શપથ

ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બની ગયા છે. ચંદ્રબાબુ નાયડુએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. આ દરમિયાન પીએમ મોદી, અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.

ચંદ્રબાબુ નાયડુએ સૌથી પહેલા પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. તે બાદ જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણે શપથ લીધા હતા. પવન કલ્યાણને આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રી મંડળમાં તેલુગુદેશમના 21, જનસેના પાર્ટીના 3 અને ભાજપનો એક મંત્રી બનાવવામાં આવ્યો છે.

અમિત શાહ-ગડકરી સહિતના નેતા રહ્યાં હાજર

ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારંભમાં NDA ગઠબંધનના કેટલાક નેતાઓ હાજર રહ્યાં હતા. અમિત શાહ, જેપી નડ્ડા, નીતિન ગડકરી, રામદાસ અઠાવલે, અનુપ્રિયા પટેલ અને ચિરાગ પાસવાન હાજર રહ્યાં હતા. આ સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, NCPના નેતા પ્રફુલ પટેલ, વૈકૈયા નાયડુ હાજર રહ્યાં હતા.

રજનીકાંત-ચિરંજીવી રહ્યાં હાજર

ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારંભમાં સુપરસ્ટાર રજનીકાંત અને પદ્મવિભૂષણથી સમ્માનિત એક્ટર ચિરંજીવી પહોંચ્યા હતા.

TDPએ 135 બેઠક પર મેળવી હતી જીત

TDPએ આ વખતે આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 175માંથી 135 બેઠક પર જીત મેળવી હતી. ભાજપે 8 બેઠક જીતી હતી જ્યારે YSRCPએ 11 બેઠક પર જીત મેળવી હતી.

આ નેતા આંધ્રની નવી કેબિનેટનો બનશે ભાગ

આંધ્ર પ્રદેશની નવી ચંદ્રબાબુ નાયડુ સરકારમાં કૂલ 24 મંત્રીઓએ શપથ લેવાના છે જેમાં 3 મહિલાઓ પણ સામેલ છે. ચંદ્રબાબુના પુત્ર નારા લોકેશ અને તેલુગુ સ્ટારની સાથે જ જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણ પણ મંત્રી પદના શપથ લેવાના છે.

આ સમાચાર શેર કરો