મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અમૂલ આઇસ્કીમના ડબ્બામાંથી નીકળ્યો કાનખજૂરો, સફાઈ આપતા કંપનીએ કહી આ વાત

નોઈડામાં એક મહિલા ગ્રાહકને તેના આઇસ્કીમના બોક્સમાંથી કાનખજૂરો મળી આવ્યા બાદ, અમૂલે

અમૂલ આઇસ્કીમના ડબ્બામાંથી નીકળ્યો કાનખજૂરો, સફાઈ આપતા કંપનીએ કહી આ વાત

નોઈડામાં એક મહિલા ગ્રાહકને તેના આઇસ્કીમના બોક્સમાંથી કાનખજૂરો મળી આવ્યા બાદ, અમૂલે સોમવારે તેને તે પરત કરવાની વિનંતી કરી. જેથી જે આઇસ્કીમ બોક્સમાં કાનખજૂરો કેવી રીતે આવ્યો તેની તપાસ કરી શકે. કારણ કે અમૂલ ભારત અને વૈશ્વિક બજારમાં ઉચ્ચતમ ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનોનો સપ્લાય કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નોઈડાની એક મહિલાએ ઈન્સ્ટન્ટ ડિલિવરી એપ દ્વારા આઇસ્કીમ ટબનો ઓર્ડર આપ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે, આઇસ્કીમના ટબની અંદર કાનખજૂરો છે. આ ઘટના પછી ફૂડ સેફ્ટી અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી. કહેવાય છે કે, દીપા દેવી નામની એક મહિલાએ 15 જૂનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી, જેમાં અમૂલના આઇસ્કીમ ટબમાંથી કાનખજૂરો નીકળવાની વાત કહી હતી.

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) જે અમૂલના ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. તેમણે નોઈડામાં મહિલા ગ્રાહકને થયેલી અસુવિધા પર ખેદ વ્યક્ત કર્યો છે. નોઈડાના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. તેના એક નિવેદનમાં અમૂલે કહ્યું કે, અમને આ મામલાની માહિતી મળતા જ અમે તરત જ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી.

અમૂલનું કહેવું છે કે, મહિલા ગ્રાહકને થયેલી અસુવિધા માટે અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અમે ગ્રાહકનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. એ જ દિવસે અમે રાત્રે 9:30 પછી મળવાની વાત પણ કરી. ગ્રાહક સાથેની મીટિંગ દરમિયાન અમે આઇસ્કીમનું એ બોક્સ પણ માંગ્યું જેથી તેની તપાસ થઈ શકે. પરંતુ, મહિલાએ બોક્સ આપવાની ના પાડી દીધી હતી. અમૂલનું કહેવું છે કે, જ્યાં સુધી અમે મહિલા ગ્રાહક પાસેથી આઇસ્કીમનું ટબ પરત ન લઈ લઈએ ત્યાં સુધી આ મામલાની તપાસ કરવી અમારા માટે ખૂબ જ મુશ્કેલ છે. આ ઘટના અમારી પેકિંગ અને સપ્લાય ચેન માટે પણ મોટો મુદ્દો છે.

ગ્રાહક સાથેની મીટિંગ દરમિયાન અમૂલે જણાવ્યું કે, અમૂલનો પ્લાન્ટ ISO પ્રમાણિત છે. અહીં, વિવિધ ગુણવત્તાની તપાસ કર્યા પછી, અમે લોકો સુધી કોઈપણ ઉત્પાદન પહોંચાડીએ છીએ. આ ઉપરાંત અમૂલે ગ્રાહકને તેના પ્લાન્ટની મુલાકાત લેવાની પણ વિનંતી કરી હતી. જેથી તે જોઈ શકે કે, ત્યાંની પ્રક્રિયા અને ઉત્પાદન કાર્યમાં કેટલી સ્વચ્છતા અને ઉચ્ચ ધોરણોનું પાલન કરવામાં આવે છે. અમૂલે માહિતી આપી હતી કે, અમૂલ ઉત્પાદનો 50થી વધુ દેશોમાં વેચાય છે. અમે અમારા ઉત્પાદનોમાં ખાદ્ય સુરક્ષાના ઉચ્ચતમ ધોરણોનું પાલન કરીએ છીએ. સાથે જ ગ્રાહકોને સ્વસ્થ અને ઉચ્ચ પૌષ્ટિક ઉત્પાદનો પ્રદાન કરવાનું પણ સુનિશ્ચિત કરું છું.

આ સમાચાર શેર કરો