Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : CBSE Class 10 Mains Exam Results Declared, 94 Percent Students Pass

CBSE ધોરણ-10ની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, 94 ટકા વિદ્યાર્થીઓ પાસ

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
CBSE ધોરણ-10ની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, 94 ટકા વિદ્યાર્થીઓ પાસ
સોર્સ : gstv

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) આજે ધોરણ-10ની મુખ્ય પરીક્ષા 2025-26નું પરિણામ જાહેર કર્યું છે. ગયા વર્ષના 93.66 ટકાના મુકાબલે આ વર્ષે કુલ 93.70 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે બોર્ડે ઉત્તરવહીઓ તપાસવાનું કામ રેકોર્ડ બ્રેક સમયમાં પુરુ કરીને લગભગ એક મહિના વહેલું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ results.cbse.nic.in અને cbse.gov.in પર ચેક કરી શકે છે.

App Store

દીકરીઓએ મેદાન માર્યું

દર વખતની જેમ આ વખતે પણ દીકરીઓએ ફરી બાજી મારી છે. વિદ્યાર્થીઓના મુકાબલે વિદ્યાર્થીનીઓ વધુ પાસ થઈ છે. જોકે બોર્ડે સત્તાવાર ટોપરની યાદી જાહેર કરી નથી, પરંતુ જે વિદ્યાર્થીઓએ વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે તેમને મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવશે.

રીઝલ્ટના મુખ્ય આંકડા

કુલ ઉમેદવારો - 26 લાખથી વધુ
કુલ પાસ ટકાવારી - અંદાજીત 93.6 ટકા
તાત્કાલીક રીઝલ્ટ ડાઉનલોડ કરવાની રીત

જો વેબસાઈટ પર વધુ ટ્રાફિક હોય તો વિદ્યાર્થીઓ ડિજિલોકર (DigiLocker) અને ઉમંગ (UMANG APP) એપ દ્વારા ડિજિટલ માર્કશીટ તાત્કાલીક ડાઉનલોડ કરી શકે છે. સૌથી પહેલા ઉમંગ એપ પર પરિણામોની લિંક સક્રિય કરવામાં આવી છે.

આવી રીતે ચેક કરો પરિણામ

સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ results.cbse.nic.in પર જાઓ.
હોમપેજ પર 'Secondary School Examination (Class X) 2026' પર ક્લિક કરો.
તમારો રોલ નંબર, સ્કૂલ નંબર અને 'એડમિટ કાર્ડ આઈડી દાખલ કરો.
પછી સબમિટ બટન દબાવો, તમારું રીઝલ્ટ સ્ક્રીન પર આવી જશે.
આ રિઝલ્ટને ભવિષ્ય માટે ડાઉનલોડ કરો અને પ્રિન્ટ પણ કાઢી લો.

નિરાશ વિદ્યાર્થીઓ માટે સેકન્ડ એક્ઝામનું આયોજન

જે વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં સફળ થયા નથી, કે પછી પોતાના નંબરોથી સંતુષ્ટ નથી, તેઓએ નિરાશ થવાની જરૂર નથી. સીબીએસઈ 15 મે-2026થી ‘સેકન્ડ બોર્ડ એક્ઝામ-Phase-2’નું આયોજન કરવાની છે. આ માટે ટૂંક સમયમાં અરજી પ્રક્રિયા શરૂ થશે.