Video: તસ્કરોનો ૧૦ કિમી પીછો કરી ૩૦૦ કિલો ગુટખા ઝડપાયા

તમિલનાડુના કૃષ્ણાનાગિરી જિલ્લામાં બેરિગાઈ પોલીસે ફિલ્મી ઢબે તસ્કરોની ગાડીનો ૧૦ કિલોમીટર સુધી પીછો કરીને ૩૦૦ કિલોગ્રામ ગેરકાયદે ગુટખાનો જથ્થો જપ્ત કર્યો છે. વાહનચેકિંગ દરમિયાન ભાગવાનો પ્રયાસ કરી રહેલા તસ્કરોને પોલીસે સમયસૂચકતા વાપરીને ઝડપી લીધા હતા. આ કામગીરી દરમિયાન રાજસ્થાનના બે રહવાસીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા બાન કરેલા ગુટખાના જથ્થાની કિંમત લાખો રૂપિયા આંકવામાં આવી રહી છે. પોલીસ પ્રશાસને આ નેટવર્ક પાછળ સંકળાયેલા અન્ય મુખ્ય સૂત્રધારોને પકડવા માટે વધુ તપાસની કાર્યવાહી ઝડપી બનાવી છે.
જાહેરાત






