મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

CBSE બોર્ડ: ધોરણ 12નું પરિણામ જાહેર, 87.98 % વિદ્યાર્થી થયા પાસ

CBSE ધોરણ 12નું પરિણામ આજે જાહેર થયું છે. કુલ પરિણામ 87.98% આવ્યું છે. ગયા વર્ષ કરતાં પાસ થવાની ટકાવારી 0.65

CBSE બોર્ડ: ધોરણ 12નું પરિણામ જાહેર, 87.98 % વિદ્યાર્થી થયા પાસ

CBSE ધોરણ 12નું પરિણામ આજે જાહેર થયું છે. કુલ પરિણામ 87.98% આવ્યું છે. ગયા વર્ષ કરતાં પાસ થવાની ટકાવારી 0.65% વધી છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તરત જ તેમના પરિણામો ચકાસી શકે છે.

બોર્ડના જણાવ્યા અનુસાર આ વર્ષે છોકરીઓનું પરિણામ છોકરાઓ કરતા 6.40 ટકા સારું રહ્યું છે.છોકરીઓએ પરિણામમાં બાજી મારી છે.

CBSE બોર્ડ પરિણામ 2024:


છોકરીઓની પાસ થવાની ટકાવારી- 91.52
છોકરાઓની પાસ થવાની ટકાવારી- 85.12
ટ્રાન્સજેન્ડરની પાસ ટકાવારી – 50.00

જાણો કઈ રીતે પરિણામ કરશો ચેક

 1: પરિણામ જાહેર થયા પછી, CBSE results.cbse.nic.in અથવા cbse.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
 2: હોમ પેજ પર, 'CBSE 12મું પરિણામ ડાયરેક્ટ લિંક' પર ક્લિક કરો.
 3: લોગિન પૃષ્ઠ ખુલશે, અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
 4: તમારું CBSE બોર્ડ પરિણામ સ્ક્રીન પર ખુલશે, તેને તપાસો.
 5: વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકશે અને તેને પોતાની પાસે રાખી શકશે.


CBSE બોર્ડ ધોરણ 12 ની પરીક્ષા 7126 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ વર્ષે ધોરણ 12માં કુલ 1,63,3730 વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1621224 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વર્ષ 2024માં 1426420એ 12માની પરીક્ષા આપી હતી. આ વર્ષે એકંદરે પાસ થવાની ટકાવારી 87.98 રહી છે. ગયા વર્ષે (2023) એકંદરે પાસની ટકાવારી 87.33 હતી. એટલે કે આ વર્ષે પરિણામમાં 0.65 ટકાનો વધારો થયો છે.

24068 વિદ્યાર્થીઓના 95% કરતા વધુ ગુણ 


CBSE બોર્ડની ધોરણ 12મી 2024ની પરીક્ષામાં 116145 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. તે જ સમયે, 24068 વિદ્યાર્થીઓ એવા છે જેમણે 95 ટકા કે તેથી વધુ માર્કસ મેળવ્યા છે. 122170 વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપવાની રહેશે, જેનું સમયપત્રક ટૂંક સમયમાં બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો