મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગુજરાતના AAPના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે CBIની રેડ, આતિશીનો મોટો દાવો

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આ વચ્ચે ગુજરાતના સહ પ્રભારી દ

ગુજરાતના AAPના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે CBIની રેડ, આતિશીનો મોટો દાવો

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આ વચ્ચે ગુજરાતના સહ પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે CBIએ રેડ કરી હતી. દિલ્હીના વિરોધ પક્ષના નેતા આતિશી સહિત મનીષ સિસોદિયા અને સૌરભ ભારદ્વાજે ભાજપ પર પ્રહાર કર્યા છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં આતિશીએ લખ્યુ, "આમ આદમી પાર્ટીએ જેવી જ ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે, ગુજરાતના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે CBI રેડ કરવા પહોંચી ગઇ. ગુજરાતમાં AAP જ ભાજપને પડકાર આપી શકે છે અને આ દરોડા તેમનો ડર બતાવી રહી છે. આટલા વર્ષોમાં ભાજપને સમજમાં નથી આવ્યું કે અમે તેમની ધમકીઓથી ડરવાના નથી."

મનીષ સિસોદિયાએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દાવો કર્યો છે કે, "ગુજરાત ચૂંટણી 2027ની જવાબદારી મળતા જ દુર્ગેશ પાઠકના ઘરે CBIની રેડ! આ કોઈ સંયોગ નથી, આ ભાજપના ડરમાંથી જન્મેલું ષડયંત્ર છે. ભાજપ જાણે છે કે ગુજરાતમાં હવે ફક્ત આમ આદમી પાર્ટી જ તેમને પડકાર આપી શકે છે અને આ સત્યે તેમને હચમચાવી નાખ્યા છે. CBIના ટકોરામાં ભયનો પડઘો સ્પષ્ટપણે સંભળાય છે."

સૌરભ ભારદ્વાજે કહ્યું, "ગત ગુજરાત ચૂંટણીને કારણે ભાજપની કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું હતું અને હવે દુર્ગેશ પાઠકને ગુજરાતની જવાબદારી મળી છે તો CBIએ તેમના ઘરે દરોડા પાડ્યા છે."

આ સમાચાર શેર કરો