VIDEO: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, વિસ્ફોટથી મચી અફરાતફરી
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટથી ગભરાટ ફેલાયો. આ દુર્ઘટનામાં બેથી ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટથી ગભરાટ ફેલાયો. આ દુર્ઘટનામાં બેથી ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. કારમાં બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. જેને પગલે અન્ય ત્રણ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. વિસ્ફોટની તસવીરો ભયાનક છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પર વિસ્ફોટ થયો હતો. નજીકના વાહનોના કાચ તૂટી ગયા હતા. વિસ્ફોટ સમયે આ વિસ્તારમાં ભારે ભીડ હતી.
દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે પાર્ક કરેલી એક કારમાં વિસ્ફોટ થતાં ભયનો માહોલ છવાઈ ગયો. જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળેથી ભાગવા લાગ્યા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક વિસ્તારને ઘેરી લીધો. વિસ્ફોટનું કારણ હાલમાં તપાસવામાં આવી રહ્યું છે. પ્રારંભિક તપાસમાં ટેકનિકલ ખામી અથવા સિલિન્ડર બ્લાસ્ટની શક્યતા દર્શાવવામાં આવી છે, જોકે આતંકવાદી એંગલને નકારી શકાયો નથી.




