પૂર્વ મુખ્યમંત્રી બની શકે છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ? સંગઠનમાં ફેરફાર બાદ BJPમાં થશે મોટો બદલાવ
ગુજરાતમાં સીઆર પાટીલની ટર્મ પૂર્ણ થયા બાદ હજુ સુધી ભાજપને પ્રદેશ અધ્યક્ષ મળ્યા નથી.જોકે, બીજી તર

ગુજરાતમાં સીઆર પાટીલની ટર્મ પૂર્ણ થયા બાદ હજુ સુધી ભાજપને પ્રદેશ અધ્યક્ષ મળ્યા નથી.જોકે, બીજી તરફ ઝારખંડમાં ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી 2024માં હાર બાદ હવે ભાજપનું ટોચનું નેતૃત્ત્વ ઝારખંડમાં સંગઠન બદલાવને લઇને રણનીતિ બનાવવામાં લાગ્યું છે.આ રણનીતિ હેઠળ 10 જાન્યુઆરી 2025માં ઓડિશાના પૂર્વ રાજ્યપાલ રઘુવર દાસની ફરી ઝારખંડ ભાજપમાં એન્ટ્રી કરાવવામાં આવી છે. કહેવામાં આવે છે કે રાજનીતિમાં કઇ પણ અશક્ય નથી, રાજનીતિમાં કઇ પણ શક્ય છે.
રઘુવર દાસ કેટલાક મોટા નેતાઓના સંપર્કમાં હતા. અંતે ભાજપના સંસદીય બોર્ડે એક ખાસ રણનીતિ હેઠલ બે કેન્દ્રીય નીરિક્ષક જેમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને સાંસદ ડૉ. કે લક્ષ્મણની હાજરીમાં ઝારખંડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીને ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. એટલે કે બાબુલાલ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની ભૂમિકામાં જોવા મળશે.
શું રઘુવર દાસ બનશે ઝારખંડ પ્રદેશ ભાજપના અધ્યક્ષ?
એવામાં હવે સવાલ ઉભો થાય છે કે શું બાબુલાલ એક સાથે બે પદ પર રહેશે? બાબુલાલના હાથમાંથી જલદી ઝારખંડ પ્રદેશ ભાજપની કમાન છીનવીને ઓડિશાના પૂર્વ રાજ્યપાલ રહેલા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ઓબીસી વર્ગના એક મોટા નેતાના રૂપમાં ઓળખ ધરાવનાતા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહેલા રઘુવર દાસના હાથમાં સોપવાની તૈયારી શરૂ કરી દીધી છે.
ઓડિશાના રાજ્યપાલ રહી ચુક્યા છે રઘુવર દાસ
જ્યારે 18 ઓક્ટોબર 2023માં જ્યારે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ ભાજપના દિગ્ગજ નેતા રઘુવર દાસને એકાએક ઓડિશાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવે છે ત્યારે રાજકીય જાણકારોએ તે દરમિયાન આ પગલાને રઘુવર દાસ માટે પોલિટિકલ ડેથ ગણાવ્યો હતો.વર્ષ 2024ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ રઘુવર દાસની પૌત્રવધુ પૂર્ણિમા દાસ સાહુને તેમની પરંપરાગત બેઠક જમશેદપુર પૂર્વથી ઉમેદવાર બનાવ્યા અને આજે તેમની પૌત્રવધુ પૂર્ણિમા દાસ સાહુ ધારાસભ્ય તરીકે તેમના રાજકીય વારસાને આગળ વધારી રહ્યાં છે.
આ વચ્ચે 24 ડિસેમ્બર 2024માં એકાએક રઘુવર દાસનું રાજીનામું ચર્ચામાં આવ્યું અને પછી 10 જાન્યુઆરીએ 45 વર્ષ બાદ બીજી વખત રઘુવર દાસ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇને સક્રિય રાજનીતિમાં પરત ફર્યા પરંતુ ટેકનિકલ રીતે જોઇએ તો કોઇ પણ પદ પર નથી. પાર્ટીના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંદરખાને આ ચર્ચા ચાલી રહી છે કે સંગઠનમાં મોટા ફેરબદલની તૈયારીઓ ચાલી રહી છે જેની હેઠળ બાબુલાલ મરાંડીને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે જેથી પ્રદેશી કમાન રઘુવર દાસના હાથમાં સોપવામાં આવી શકે. હોળી બાદ ઝારખંડ ભાજપમાં મોટા બદલાવના સંકેત મળી રહ્યાં છે.







