ચૂંટણીના પરીણામ બાદ ભાજપ એક્શન મોડમાં, તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને દિલ્હીનું તેડું
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ બુધવારે બપોરે પીએમના નિવાસસ્થાને NDAની પ્રથમ બેઠક યોજાઈ હતી. એક કલાક ચાલેલી બેઠકમાં મોદી

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ બુધવારે બપોરે પીએમના નિવાસસ્થાને NDAની પ્રથમ બેઠક યોજાઈ હતી. એક કલાક ચાલેલી બેઠકમાં મોદીને NDAના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારે આ સ્થિતિ વચ્ચે ભાજપના તમામ રાજ્યોના મુખ્યમંત્રીને સાત જૂને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. તમામ મુખ્યમંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક 7 જૂને ભાજપના મુખ્યાલયમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, NDA 7 જૂને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
ભારતીય જનતા પાર્ટી પરીણામ બાદ એક્શન મોડમાં આવી ગઈ છે. ભાજપના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની દિલ્હીનું તેડું આવ્યું છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડ બેઠક કરશે.
NDAની બેઠકમાં આ પક્ષ સામેલ
NDA સરકારની રચના પર ચર્ચા માટે પીએમ હાઉસમાં બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં શિવસેના, LJP, JDS, આરએલડી, જનસેના, યુપીપીએલ, હમ, જેડપીએમ, એસકેએમ, અપના દલ, એનસીપી, ટીડીપી અને જેડીયુના નેતા સામેલ છે.
ભાજપને સૌથી વધુ 240 બેઠક મળી
લોકસભા ચૂંટણી 2024માં ભાજપને સૌથી વધુ 240 બેઠક મળી છે જ્યારે NDAને 292 બેઠક મળી છે. બીજી તરફ કોંગ્રેસને 99 બેઠક અને INDIA ગઠબંધનને 232 બેઠક મળી છે.








