મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાજ્યસભાની 12 બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 3 સપ્ટેમ્બરે મતદાન

રાજ્યસભાની 12 બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ 12 બેઠક પર ત્રણ સપ્

રાજ્યસભાની 12 બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 3 સપ્ટેમ્બરે મતદાન

રાજ્યસભાની 12 બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ 12 બેઠક પર ત્રણ સપ્ટેમ્બરે પેટા ચૂંટણી યોજાશે. સૂત્રોની માનીએ તો મોટાભાગની બેઠક ભાજપ અને તેના સહયોગીઓના જીતવાની વધારે સંભાવના છે.  તેલંગાણાની બેઠક કોંગ્રેસના ખાતામાં જઇ શકે છે.

9 રાજ્યની 12 બેઠક પર ચૂંટણી

9 રાજ્યની 12 બેઠક પર આ પેટા ચૂંટણી યોજાશે જેમાં આસામ, બિહાર અને મહારાષ્ટ્રની 2-2 બેઠક, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓરિસ્સાની 1-1 બેઠક સામેલ છે.

ચૂંટણી પંચના આદેશ અનુસાર, 14 ઓગસ્ટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે જ્યારે 21 ઓગસ્ટે નોમિનેશન દાખલ કરવાનો અંતિમ દિવસ હશે. 

આ બેઠક ખાલી થઇ

લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યસભામાં 10 બેઠક ખાલી થઇ છે. આસામ, બિહાર અને મહારાષ્ટ્રમાં 2-2, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ત્રિપુરામાં 1-1 બેઠક ખાલી થઇ છે. આ ખાલી બેઠકમાં કામાખ્યા પ્રસાદ તાસા (આાસમ), સર્બાનંદ સોનોવાલ (આસામ), મીસા ભારતી (બિહાર), વિવેક ઠાકુર (બિહાર), દીપેન્દ્રસિંહ હુડ્ડા (હરિયાણા), જ્યોતિરાદિત્ય સિંધિયા (મધ્ય પ્રદેશ), ઉદયનરાજે ભોસલે (મહારાષ્ટ્ર), પીયૂષ ગોયલ (મહારાષ્ટ્ર), કેસી વેણુગોપાલ (રાજસ્થાન), બિપ્લવ કુમાર દેવ (ત્રિપુરા) સામેલ છે. આ તમામ તાજેતરમાં લોકસભા ચૂંટણીમાં વિજયી બનતા રાજ્યસભાની બેઠક ખાલી થઇ છે.

આ સમાચાર શેર કરો