હિમાચલ પ્રદેશમાં બસ પલટી ; 40 મુસાફરોને ઇજા થતાં સારવાર હેઠળ
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઘણા સ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઘણા સ્થળોએ ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. ત્યારે આજે રાજ્યના નાલાગઢમાં એક ખાનગી બસ પલટી ખાતા તેમ સવાર 40 જેટલા મુસાફરોને ઇજા પહોંચી છે.
હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં કેટલાય લોકોના મોત નિપજ્યાં છે અને અનેક લોકો લાપતા થયા છે, ત્યારે આજે હિમાચલ પ્રદેશના નાલાગઢમાં એક ખાનગી બસ પલટી ખાતા તેમાં સવાર 40 જેટલા લોકોને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારની સવારે નાલાગઢમાં હિમાચલ રોડવેજની એક બસે સંતુલન ગુમાવી પલટી હતી. આ બસ નાલાગઢથી જતી હતી, ત્યારે એક વળાંક પર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ઘટનામાં 40 લોકો ઇજાગ્રસ્ત થયા જે પૈકી અમુકની હાલત ગંભીર છે.






