મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'પહેલી નજરે જ ગડબડ જોવા મળી રહી છે', બદલાપુર એન્કાઉન્ટર પર બોમ્બે હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલ

મહારાષ્ટ્રમાં બદલાપુર યૌન શોષણ કેસમાં પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આરોપી અક્ષય શિંદેના પિતાએ બ

'પહેલી નજરે જ ગડબડ જોવા મળી રહી છે', બદલાપુર એન્કાઉન્ટર પર બોમ્બે હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલ

મહારાષ્ટ્રમાં બદલાપુર યૌન શોષણ કેસમાં પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આરોપી અક્ષય શિંદેના પિતાએ બમ્બઇ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી SIT તપાસની માંગ કરી છે. હાઇકોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. હાઇકોર્ટે બદલાપુર રેપ કેસના આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટરને લઇને કેટલાક સવાલ ઉઠાવ્યા હતા. હાઇકોર્ટે કહ્યું કે, પહેલી નજરમાં જ ગડબડ જોવા મળી રહી છે. હાઇકોર્ટે પોલીસને સવાલ કર્યો કે આરોપીના માથા પર કેમ ગોળી મારવામાં આવી? આરોપીના હાથ કે પગમાં ગોળી મારવી જોઇતી હતી.

હાઇકોર્ટે પોલીસને પૂછ્યા સવાલ

મહારાષ્ટ્રના બદલાપુર એન્કાઉન્ટરમાં બોમ્બે હાઇકોર્ટે પોલીસને સવાલ પૂછ્યા છે. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન પૂછ્યું કે માથામાં ગોળી કેવી રીતે લાગી? જ્યારે પોલીસને તેની ટ્રેનિંગ આપવામાં આવે છે. પોલીસને ખબર છે કે ગોળી ક્યા મારવી છે. પોલીસે હાથ કે પગમાં ગોળી મારવી જોઇતી હતી.

સુનાવણી દરમિયાન હાઇકોર્ટની બેન્ચે કહ્યું, 'પાછળ ચાર પોલીસકર્મી હતા પછી કેવી રીતે શક્ય છે કે એક નબળા વ્યક્તિને કાબુ ના કરી શક્યા, તે પણ ગાડીના પાછળના ભાગમાં. આરોપીની આગળ બે પોલીસ કર્મી અને બાજુમાં બે પોલીસ કર્મી હતા.'

જસ્ટિસ ચવ્હાણે સુનાવણી દરમિયાન કહ્યું, 'બંદૂક પર ફિંગરપ્રિન્ટ હોવા જોઇએ અને હેન્ડવોશ હોવું જોઇએ. શું આ થઇ ગયું? આગામી તારીખ સુધી બધુ રજૂ કરો. તમે 3 રાઉન્ડ ફાયર કર્યા પણ માત્ર એક જ પોલીસ કર્મીને લાગી. બાકી 2 ગોળી ક્યાં ગઇ? શું આ પોલીસ કર્મી પર સીધો ફાયર હતો કે રિકોશે ફાયરિંગ?'

બદલાપુર રેપના આરોપીનું કેવી રીતે થયું મોત?

મહારાષ્ટ્ર સરકારે એન્કાઉન્ટરની તપાસ CIDને સોપી દીધી છે. થાણે ક્રાઇમ બ્રાન્ચે આરોપી અક્ષય શિંદેનું 23 સપ્ટેમ્બરે સાંજે 6.15 વાગ્યે એન્કાઉન્ટર કર્યું હતુ જેમાં તેનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર, થાણે ક્રાઇમ બ્રાન્ચ અક્ષય શિંદેને તલોજા જેલથી બદલાપુર લઇને ગઇ હતી. સરકારે કહ્યું હતું કે અક્ષયે પોલીસની રિવૉલ્વર છીનવીને ફાયર કર્યું હતું. સેલ્ફ ડિફેન્સમાં પોલીસે ગોળી ચલાવી હતી અને અક્ષય શિંદે ઠાર મરાયો હતો.

આ ઘટના બાદ અક્ષયના પરિવારે આરોપ લગાવ્યો કે તેને કસ્ટડીમાં માર મારવામાં આવ્યો હતો. ઘટનાને દબાવવા માટે એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે અને તેનો શબ પણ જોવા દેવામાં આવ્યો નથી. બીજી તરફ વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે કે- અક્ષય શિંદે હથકડીમાં હતો તો તે ફાયરિંગ કેવી રીતે કરી શકે છે.

આ સમાચાર શેર કરો