મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની મળી ધમકી, મુંબઇમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

ચેન્નાઇથી મુંબઇ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની ધમકી બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. મ

ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની મળી ધમકી, મુંબઇમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

ચેન્નાઇથી મુંબઇ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની ધમકી બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વિમાનમાં 172 મુસાફર અને ચાલક દળના સભ્ય સવાર હતા. ઇન્ડિગોએ જણાવ્યું કે મુસાફરોને સુરક્ષિત વિમાનમાંથી ઉતારવામાં આવ્યા છે અને વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.

ઇન્ડિગોએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું, ચેન્નાઇથી મુંબઇ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 5314માં બોમ્બની ધમકી મળી હતી. મુંબઇમાં ઉતરવા પર ચાલક દળે પ્રોટોકોલનું પાલન કર્યું અને સુરક્ષા એજન્સીઓના આદેશ અનુસાર વિમાનને આઇસોલેશનમાં લઇ જવામાં આવ્યું હતું. તમામ મુસાફરને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા છે.

એક અઠવાડિયામાં મળી બીજી ધમકી

મહત્ત્વપૂર્ણ છે કે ઇન્ડિગો એરલાઇનને એક અઠવાડિયામાં બોમ્બની બીજી વખત ધમકી આપવામાં આવી છે. આ પહેલા 28 મેએ પણ ધમકી મળી હતી. દિલ્હીથી વારાણસી જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-2211ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. તે ફ્લાઇટમાં 176 મુસાફર સવાર હતા. ધમકી મળ્યા બાદ તમામ મુસાફરોને ઇમરજન્સી ગેટથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો