સુરત પછી દિલ્હી-NCRના મોલ-હૉસ્પિટલને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, લખ્યુ- બસ થોડા કલાક બાકી
દેશના પાટનગર દિલ્હી અને તેની સાથે જોડાયેલા હરિયાણાના ગુરૂગ્રામના કેટલાક શોપિંગ મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છ

દેશના પાટનગર દિલ્હી અને તેની સાથે જોડાયેલા હરિયાણાના ગુરૂગ્રામના કેટલાક શોપિંગ મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ પહેલા સુરતમાં આવેલા વીઆર મોલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. દિલ્હી પોલીસને આ ધમકી ઇમેલના માધ્યમથી આપવામાં આવી છે. ઇમેલમાં લખવામાં આવ્યું છે કે થોડી વારમાં જ બોમ્બ ફાટવાનો છે. પોલીસને ઇમેલની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
ધમકી ભરેલા મોલ્સમાં આ નામ
દિલ્હી પોલીસ અનુસાર, ચાણક્ય મોલ (દિલ્હી), સિલેક્ટ સિટીવોક (સાકેત), એમ્બિઅન્સ મોલ (ગુરૂગ્રામ), ડીએલએફ (ગુરૂગ્રામ), સિને પોલીસ, પેસિફિક મોલ, પ્રાઇમસ હોસ્પિટલ અને યૂનિટી ગ્રુપને ધમકી ભરેલા ઇમેલ મળ્યા છે.
દિલ્હી પોલીસને જાણ થતા જ તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ અને ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. જોકે, હજુ સુધી કોઇ બોમ્બ મળ્યો નથી.
પહેલા પણ મળી ચુકી છે આવી ધમકીઓ
છેલ્લા કેટલાક સમયથી આ રીતની ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓ મોલ્સ, હૉસ્પિટલ, સ્કૂલ અને એરપોર્ટ સહિત ભીડભાડ ધરાવતી જગ્યાઓ પર મળી રહી છે. જોકે, હજુ સુધી કોઇ પણ જગ્યાએ આવી વિસ્ફોટક સામગ્રી મળી નથી.








