ભાજપનો મહિલાઓ સાથે બીજી શ્રેણીના નાગરિક જેવો વ્યવહાર : રાહુલ ગાંધી
ભાજપ માને છે કે મહિલાઓ સાથે બીજી શ્રેણીના નાગરિક જેવો વ્યવહાર થવો જોઇએ અને તેની વૈચારિક પિતૃક સંસ્

ભાજપ માને છે કે મહિલાઓ સાથે બીજી શ્રેણીના નાગરિક જેવો વ્યવહાર થવો જોઇએ અને તેની વૈચારિક પિતૃક સંસ્થા આરએસએસની શાખાઓમાં મહિલાઓને પ્રવેશની પરવાનગી આપવામાં આવતી નથી તેમ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે.
કોંગ્રેસના ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા બેઠકના ઉમેદવાર ઉદિત રાજના સમર્થનમાં માંગોલપુરીમાં આયોજિત મહિલાની ચૂંટણી સભામાં સંબોધતા રાહુલે જણાવ્યું હતું કે ભાજપે સંસદમાં મહિલા અનામત બિલ પસાર કરી દીધું છે પણ હવે તે ૧૦ વર્ષ પછી અમલ કરવાની વાત કરે છે.
છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના અંતિમ દિવસે રાહુલ ગાંધી મેટ્રો ટ્રેનમાં યાત્રા કરી હતી અને લોકો સાથે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે છઠ્ઠા તબક્કા હેઠળ લોકસભાની ૫૮ બેઠકો માટે ૨૫ મે શનિવારે મતદાન થવાનું છે.
નોકરી કરતી મહિલાઓને નોકરીથી ઘરે આવ્યા પછી બીજી શિફ્ટમાં કામ કરવું પડે છે
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે નોકરી કરતી મહિલાઓને નોકરીથી ઘરે આવ્યા પછી બીજી શિફ્ટમાં કામ કરવું પડે છે તેમ છતાં તેમના કામ પર કોઇનું ધ્યાન જતું નથી. પુરુષ આઠ કલાક કામ કરે છે તો મહિલા ૧૬ કલાક કામ કરે છે.
બીજી તરફ કોંગ્રેસે પંજાબમાં ખેડૂતોના ચાલી રહેલા આંદોલન અને હરિયાણામાં બેકારી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન સામે કોંગ્રેસે પ્રશ્રો ઉઠાવ્યા છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક્સ પર પ્રશ્ર કર્યો હતો કે ચોથી જૂને વિદાય લેનારા વડાપ્રધાન ખેડૂતોના આંદોલનને ૧૦૦ દિવસ થઇ ગયા હોવા છતાં તે અંગે કંઇ પણ બોલતા નથી? તેમણે વધુમાં જણાવ્યું હતું કે વારેવાર વચનો આપવા છતાં ભાજપ હરિયાણામાં લોકોને કાયમી સરકારી નોકરી આપવામાં નિષ્ફળ રહી છે.








