મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બાંગ્લાદેશમાં સત્તાપલટા વચ્ચે ભાજપના દિગ્ગજનો દાવો, "તૈયાર રહો, 1 કરોડ હિન્દુઓ બંગાળમાં આવી રહ્યા છે..."

બાંગ્લાદેશમાં હજુ હિંસા ચાલુ છે. અનામતના નામે લાખો પ્રદર્શનકારીઓએ હિ

બાંગ્લાદેશમાં સત્તાપલટા વચ્ચે ભાજપના દિગ્ગજનો દાવો, "તૈયાર રહો, 1 કરોડ હિન્દુઓ બંગાળમાં આવી રહ્યા છે..."

બાંગ્લાદેશમાં હજુ હિંસા ચાલુ છે. અનામતના નામે લાખો પ્રદર્શનકારીઓએ હિંસાત્મક વલણ અપનાવ્યું છે. શેખ હસીના દેશ છોડીને નીકળી ગયા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં વિપક્ષ નેતા શુભેંદુ અધિકારીએ સોમવારે 5 ઓગસ્ટના રોજ એક મોટી જાહેરાત કરી છે. સુવેંદુ અધિકારીએ કહ્યું કે, "થોડાક દિવસોમાં એક કરોડ હિંદુ શરણાર્થીઓ પશ્ચિમ બંગાળમાં આવવાના છે. તેથી તમારે તૈયાર રહેવું જોઈએ."

પશ્ચિમ બંગાળ વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા શુભેંદુ અધિકારીએ કહ્યું કે, "બાંગ્લાદેશમાં હિંદુઓનો નરસંહાર થઈ રહ્યો છે. રંગપુરમાં નગર પરિષદના કાઉન્સિલર હરધન નાયકની હત્યા કરવામાં આવી છે. સિરાજગંજ થાણામાં 13 પોલીસ કર્મચારીઓની હત્યા કરવામાં આવી છે. જેમા 9 હિંદુ હતા. આ ઉપરાંત નોઆખલીમાં હિંદુઓના ઘર સળગાવવામાં આવ્યા હતા. હું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલને એટલું જ કહીશ કે, તેઓ તાત્કાલિક આ મામલે ભારત સરકાર સાથે વાત કરે."

બાંગ્લાદેશ જમાત અને કટ્ટરવાદીઓના હાથમાં આવી રહ્યું છે: શુભેંદુ અધિકારી

શુભેંદુ અધિકારીએ CAAનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું, “CAAમાં સ્પષ્ટ છે કે, જો કોઈને ધાર્મિક ઉત્પીડનને કારણે માર મારવામાં આવે છે, તો આપણો દેશ આગળ આવીને આ મામલે તપાસ કરશે. હું તમને જણાવવા માંગુ છું કે, જો ત્રણ દિવસમાં આ સ્થિતિને કાબૂમાં લેવામાં નહીં આવે તો બાંગ્લાદેશ જમાત અને કટ્ટરપંથીઓના હાથમાં જતો રહેશે. તમે જાણતા જ હશો કે બાંગ્લાદેશમાં હિંસામાં મૃત્યુઆંક વધીને 300 થઈ ગયો છે. તેમણે કહ્યું કે અનામત સુધારાની માંગ સાથે શરૂ થયેલું આંદોલન સરકાર બદલવાના આંદોલનમાં પરિવર્તિત થઈ રહ્યું છે."

આ સમાચાર શેર કરો