મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભોજપુરી સ્ટાર પવન સિંહને ભાજપે કર્યા બરતરફ, કારાકાટ લોકસભાથી પાર્ટી વિરુદ્ધ લડી રહ્યા છે ચૂંટણી

ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને ભારતીય જનતા પાર્ટીએ પોતાના પક્ષમાંથી બરતરફ કર્યા છે. રાજ્ય મુખ્યાલયના પ્રભારી અરવિંદ શર્મા

ભોજપુરી સ્ટાર પવન સિંહને ભાજપે કર્યા બરતરફ, કારાકાટ લોકસભાથી પાર્ટી વિરુદ્ધ લડી રહ્યા છે ચૂંટણી

ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને ભારતીય જનતા પાર્ટીએ પોતાના પક્ષમાંથી બરતરફ કર્યા છે. રાજ્ય મુખ્યાલયના પ્રભારી અરવિંદ શર્મા દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે લોકસભા ચૂંટણીમાં NDAના અધિકૃત ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યા છો. આ તમારું કાર્ય પક્ષ વિરોધી છે.

જારી કરાયેલા પત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, પવન સિંહ ભાજપના ઉમેદવાર તરીકે નહીં પરંતુ અપક્ષમાં અને પાર્ટી ઉમેદવારની સામે ચૂંટણી લડી રહ્યા છે. જેના કારણે પાર્ટીની છબી ખરાબ થઈ છે. તમે (પવન સિંહ) ચૂંટણી લડીને પાર્ટી શિસ્ત વિરુદ્ધ આ કર્યું છે. તેથી આ પક્ષ વિરોધી કૃત્ય બદલ માનનીય પ્રદેશ પ્રમુખના આદેશ મુજબ આપને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે.

પવન સિંહે કરકટથી અપક્ષ ઉમેદવારી નોંધાવી

જણાવી દઈએ કે, પવન સિંહે બિહારની કારાકાટ લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પીએમ મોદી વિરુદ્ધ પણ ઘણી વખત નિવેદન આપી ચૂક્યા છે. થોડા દિવસો પહેલા બીજેપી નેતા પ્રેમ કુમારે તેમને ચેતવણી આપી હતી કે, પાર્ટી પવન સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. હવે ભાજપે પવન સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરતા પક્ષમાંથી બરતરફ કરી દીધા છે.

આ સમાચાર શેર કરો