મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચાર રાજ્યમાં વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, ચંપઇ સોરેનના પુત્રને આપી ટિકિટ

ભાજપે કેટલાક રાજ્યમાં પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે જમ્મ

ચાર રાજ્યમાં વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, ચંપઇ સોરેનના પુત્રને આપી ટિકિટ

ભાજપે કેટલાક રાજ્યમાં પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે જમ્મુ કાશ્મીરની બડગામ અને નગરોટા બેઠક પર આગા સૈયદ મોહસીન અને દેવયાની રાણાને મેદાનમાં ઉતાર્યા છે.

પાર્ટીએ ઝારખંડની અનુસૂચિત જનજાતિ માટે અનામત ઘાટશિલા બેટક પરથી બાબુલાલ સોરેનને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપ તરફથી જાહેર ઉમેદવારોની યાદી અનુસાર, ઓડિશામાં જય ઢોલકિયા નુઆપાડા અને લંકાલા દીપક રેડ્ડી તેલંગાણાની જુબલી હિલ્સ બેઠક પરથી ચૂંટણી લડશે.

જમ્મુ કાશ્મીર, ઓડિશા, ઝારખંડ, મિઝોરમ, પંજાબ, તેલંગાણા અને રાજસ્થાનની આઠ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટે 11 નવેમ્બરે મતદાન યોજાશે જ્યારે મતગણતરી બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે 14 નવેમ્બરે થશે.

આ સમાચાર શેર કરો