હરિયાણામાં જાટ સામે ભાજપનો 'પ્લાન 12' તૈયાર,સમીકરણો બદલવા આ નેતાને સોંપી જવાબદારી
દેશના ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ કાશ્મીર માટે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતાં જ દરેક રાજકીય પાર

દેશના ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ કાશ્મીર માટે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતાં જ દરેક રાજકીય પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે. 5 ઓક્ટોબરે હરિયાણાની 90 વિધાનસભા સીટો માટે મતદાન થવાનું છે. આ ચૂંટણી અગાઉ થયેલા સર્વે મુજબ ભાજપની સ્થિતિ 2014 અને 2019ની ચૂંટણીની તુલનામાં નબળી માનવામાં આવી રહી છે. પરંતુ પાર્ટી દ્વારા દરેક પ્રયાસો થઈ રહ્યા છે કે બગડેલા સમીકરણો સાધવામાં આવી રહ્યા છે.
ભાજપે હરિયાણા માટે 'પ્લાન 12' તૈયાર કર્યો છે. આ અંતર્ગત દક્ષિણ હરિયાણાની અહિરવાલ બેલ્ટની 12 વિધાનસભા સીટોને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. રાજ્યના અન્ય ભાગોની સરખામણીમાં અહીં જાટોની સંખ્યા થોડી ઓછી છે. ભાજપ આ બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરીને સફળતા મેળવી અન્ય ભાગોમાં આંચકો આપી તેને સંતુલિત કરી શકાય. આ માટે ભાજપે કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહની નિમણૂક કરી છે. તેઓ પોતે અહીં ચૂંટણીની રણનીતિ બનાવી રહ્યા છે અને પ્રચારની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.
ભાજપના સૂત્રોનું કહેવું છે કે યાદવ સમુદાયના મોટા નેતા રાવ ઈન્દ્રજીતને અહિરવાલ બેલ્ટમાં તમામ સ્વતંત્રતા આપીને નિયુક્તિ કરી છે. તેઓને પોતાના લેવલથી જમીની સ્તરે રણનીતિ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ પટ્ટાની અટેલી બેઠક પરથી રાવ ઈન્દ્રજીત સિંહની પુત્રી આરતી રાવ પણ ચૂંટણી લડી ચૂકી છે. ભાજપ સૂત્રોનું કહેવું છે કે આ વિસ્તારમાં રાવ ઈન્દ્રજીતની ભલામણ પર જ ટિકિટ વહેંચવામાં આવી છે. હરિયાણાના પ્રભારી એવા રાવ ઈન્દ્રજીત દરેક સીટ પર પ્રચારનું પ્લાનિંગ સંભાળી રહ્યા છે.
જાટ પટ્ટા સિવાયની બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું
હકિકતમાં હરિયાણામાં જાટ સમુદાયમાં ભાજપ પ્રત્યે નારાજગી છે. દક્ષિણ હરિયાણા એક એવો વિસ્તાર છે જ્યાં યાદવોની સંખ્યા નોંધપાત્ર છે. ગુરુગ્રામ, રેવાડી, અટેલી, મહેન્દ્રગઢ જેવા વિસ્તારોની બેઠકો પર યાદવનું પ્રભુત્વ છે. આ ઉપરાંત બ્રાહ્મણોની સંખ્યા પણ સારી છે. આ પટ્ટામાં જાટોની સંખ્યા પાણીપત, સોનીપત, ઝજ્જર, કૈથલ, રોહતક, સિરસા અને હિસાર જેટલી વધારે નથી. આવી સ્થિતિમાં પાર્ટીને લાગે છે કે જે વિસ્તારોમાં બિન-જાટ વસ્તી વધુ છે તેના પર વધુ ધ્યાન આપવું જોઈએ. આ રણનીતિ હેઠળ એક તરફ પાર્ટી દક્ષિણ હરિયાણા પર ફોકસ કરી રહી છે તો બીજી તરફ ઉત્તર હરિયાણાના કરનાલ, અંબાલા, યમુનાનગર અને કુરુક્ષેત્રથી પણ ભાજપને સીટો મળવાની આશા છે.






