મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દેશના 20 રાજ્યોમાં ભાજપ કે NDAની સરકાર, દિલ્હી એકમાત્ર રાજ્ય જ્યાં મહિલા મુખ્યમંત્રી

દિલ્હીના મુખ્યમંત્રીના નામ અંગેનો સસ્પેન્સ સમાપ્ત થઈ ગયો છે. ભારતીય જ

દેશના 20 રાજ્યોમાં ભાજપ કે NDAની સરકાર, દિલ્હી એકમાત્ર રાજ્ય જ્યાં મહિલા મુખ્યમંત્રી

દિલ્હીના મુખ્યમંત્રીના નામ અંગેનો સસ્પેન્સ સમાપ્ત થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં એક એવો નિર્ણય લીધો જે NDA કે ભાજપ શાસિત રાજ્યોમાં લેવામાં આવ્યો ન હતો. ભાજપે મહિલા ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો. હાલમાં દેશના 20 રાજ્યોમાં ભાજપ કે NDAની સરકાર છે, પરંતુ કોઈપણ રાજ્યમાં એક પણ મહિલા મુખ્યમંત્રી નથી. મહિલાને દિલ્હીની કમાન સોંપવામાં આવી છે.

  • દિલ્હી - રેખા ગુપ્તા
  • ઉત્તર પ્રદેશ - યોગી આદિત્યનાથ
  • ઉત્તરાખંડ - પુષ્કર સિંહ ધામી
  • હરિયાણા - નાયબ સિંહ સૈની
  • ઓડિશા-મોહન ચરણ માઝી
  • રાજસ્થાન - ભજનલાલ શર્મા
  • ગુજરાત - ભૂપેન્દ્ર પટેલ
  • સિક્કિમ - પ્રેમસિંહ તમાંગ
  • બિહાર-નીતીશ કુમાર
  • અરુણાચલ પ્રદેશ - પેમા ખાંડુ
  • ત્રિપુરા - માણિક સાહા
  • મેઘાલય - કોનરાડ સંગમા
  • નાગાલેન્ડ-નેફ્યુ રિયુ
  • પુડુચેરી-એન રંગાસામી
  • મહારાષ્ટ્ર - દેવેન્દ્ર ફડણવીસ
  • ગોવા - પ્રમોદ સાવંત
  • મધ્યપ્રદેશ - મોહન યાદવ
  • છત્તીસગઢ - વિષ્ણુ દેવ સાંઈ
  • આસામ-હિમંત બિસ્વા શર્મા

26 વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં આવનાર ભારતીય જનતા પાર્ટી(BJP)ના નવા મુખ્યમંત્રી નામની જાહેરાત કરી દેવાઈ છે. રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ઉપરાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.

વિધાનસભા ચૂંટણીમાં રેખા ગુપ્તાનું પ્રદર્શન

રેખા ગુપ્તા 2025 માં શાલીમાર બાગથી જીત્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીના બંદના કુમારીને 29595 મતોથી હરાવ્યા. જોકે, 2015 અને 2020માં રેખા ગુપ્તા AAP ઉમેદવાર સામે ચૂંટણી હારી ગયા.

રેખા ગુપ્તાએ ABVP થી પોતાની રાજકીય સફર શરૂ કરી હતી

રેખા ગુપ્તા વર્ષ 2009 માં દિલ્હી ભાજપ મહિલા મોરચાના મહાસચિવ રહી ચૂક્યા છે. તેઓ માર્ચ 2010 થી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય છે. તે 2007 અને 2012માં ઉત્તર પિતામપુરા (વોર્ડ ૫૪)માંથી બે વાર ચૂંટાયેલા કાઉન્સિલર રહી ચૂક્યા છે. તેણી 2013 થી સતત વિધાનસભા ચૂંટણી લડી રહી છે - અને 2025 માં જીતી છે. 1992માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા તેમણે પોતાની રાજકીય સફર શરૂ કરી.

આ સમાચાર શેર કરો