મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરવા નોકરી અને રોજગાર જેવી ભ્રામક જાહેરાતો કરે છે'- નીતિશ કુમાર

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મહાગઠબંધને પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે.મહાગઠબંધને પોતાના મેનિફેસ્ટોન

'કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરવા નોકરી અને રોજગાર જેવી ભ્રામક જાહેરાતો કરે છે'- નીતિશ કુમાર

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મહાગઠબંધને પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે.મહાગઠબંધને પોતાના મેનિફેસ્ટોને 'તેજસ્વી પ્રણ' નામ આપ્યું છે. મેનિફેસ્ટોને રજૂ કરતા મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવે ભાજપ અને NDA પર પ્રહાર કર્યા હગતા. હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેજસ્વી યાદવ પર નામ લીધા વગર નિશાન સાધ્યું છે.

નીતિશ કુમારે તેજસ્વી યાદવ પર સાધ્યુ નિશાન

નીતિશ કુમારે X પર પોસ્ટ કરતા લખ્યુ, 'આજ કાલ કેટલાક લોકો યુવાઓને ગેરમાર્ગે દોરવા માટે સરકારી નોકરી અને રોજગારને લઇને ભ્રામક જાહેરાતો કરી રહ્યા છે. જ્યારે 15 વર્ષ સુધી રાજ્યમાં તેમની સરકાર હતી ત્યારે તેમણે યુવાનોના હિતમાં કોઇ કામ કર્યું નથી અને રાજ્યના ખજાનાને લૂંટવામાં વ્યસ્ત રહ્યા. મારો અનુરોધ છે કે તમે કોઇ ભ્રમમાં ના રહો.અમારી સરકારે જે તમારા માટે કામ કર્યુ છે, તેને યાદ રાખજો. આગળ પણ અમે આવું જ કામ કરતા રહીશું. અમે જે કહીએ છીએ તેને પૂર્ણ કરીયે છીએ.'

ભાજપે પણ ઉઠાવ્યા સવાલ

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પણ મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરાને લઇને પ્રહાર કર્યા હતા. રવિશંકર પ્રસાદે કહ્યું કે, મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો પોકળ વચનોનો સમૂહ છે.

રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરી મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરાને લઇને ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કર્યા હતા.રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ મહાગઠબંધનનો પ્રણ નહીં, તેજસ્વી યાદવનો પ્રણ છે. મેનિફેસ્ટોમાં કોઇની તસવીર નથી. રાહુલ ગાંધીની તસવીર પહેલાથી જ ગાયબ હતી.ભાજપના નેતાએ કહ્યુ કે બિહારની જનતાને આવી લોકલ લલચાવતી તસવીર રજૂ કરે છે જેમાં ના તો કોઇ રંગ છે અને ના તો કોઇ બદલાવનો સંકલ્પ છે. ગુનેગારો પર ઝીરો ટોલરન્સ છે પરંતુ ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સ નથી.

મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરાની મહત્ત્વની વાતો

ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનતા જ 20 દિવસની અંદર રાજ્યના દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનો અધિનિયમ લાવવામાં આવશે અને અમારી સરકાર યુવાનોને નોકરી આપવાના પોતાના સંકલ્પનો અમલ કરતા 20 મહિનાની અંદર નોકરી આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરશે.

  • દરેક પરિવારને 200 યૂનિટ મફત વીજળી
  • ગરીબ પરિવારને 500 રૂપિયામાં સિલિન્ડર
  • જુબ્બા સાહની પુરસ્કાર શરૂ કરવાની જાહેરાત
  • વકફ સંસોધન વિધેયક પર રોક લગાવવામાં આવશે.
  • ધાર્મિક સંસ્થા અથવા સ્થળ પર હુમલા રોકવા માટે કડક પગલા ભરવામાં આવશે.
  • દિવ્યાંગજનોને 3000 રૂપિયાની માસિક પેન્શન
  • વિધવા અને વૃદ્ધોને 1500 રૂપિયા પ્રતિમાસ પેન્શન
  • મનરેગા મજૂરી વધારીને 300 રૂપિયા કરવાનું વચન
  • જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવામાં આવશે.
  • મહાગઠબંધનની સરકાર બનવા પર 2000 એકરમાં એજ્યુકેશનલ સિટી બનશે.

આ સમાચાર શેર કરો