Bihar Election First Phase Voting LIVE: બિહારમાં 3 વાગ્યા સુધી 53.77% મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણી-2025ના પહેલા તબક્કાની 121 બેઠકો પર આજે સવાર

બિહાર વિધાનસભા ચૂંટણી-2025ના પહેલા તબક્કાની 121 બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થયું છે. ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવિ દાવ પર છે.
સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવિ દાવ પર
તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની કોશિશમાં છે. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે 2010માં જનતા દળ (યુનાઇટેડ)ની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. જન સુરાજ પાર્ટીએ રાઘોપુર બેઠક પરથી ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
મહુઆ વિધાનસભા બેઠક પર રસાકસી ભરી સ્પર્ધા
વૈશાલીના રાઘોપુર મતવિસ્તારની સરહદે આવેલા મહુઆ મતવિસ્તાર પર તેજસ્વી યાદવના મોટા ભાઈ અને જનશક્તિ જનતા દળના સ્થાપક તેજ પ્રતાપ યાદવ અનેક પક્ષો સાથેના મુકાબલામાં ફસાયા છે. તેજ પ્રતાપ આરજેડી ધારાસભ્ય મુકેશ રોશનને પડકાર આપી રહ્યા છે. NDAના ઘટક લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના સંજય સિંહ અને 2020માં બીજા સ્થાને રહેલા આસ્મા પરવીન, સ્વતંત્ર ઉમેદવારો તરીકે ચૂંટણી લડી રહ્યા છે.






