Bihar Election Phase 2: બિહારમાં બન્યો નવો રેકોર્ડ, 3 વાગ્યા સુધી 60.40% મતદાન
બિહાર ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે

બિહાર ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. 3 વાગ્યા સુધી 60.40% મતદાન થયું છે.બિહારની ચૂંટણીમાં વોટિંગનો નવો રેકોર્ડ બન્યો છે..
અંતિમ તબક્કો 20 જિલ્લાઓની 122 બેઠકો પર 1,302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતદાન માટે 45,399 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. બધાની નજર ગયા ટાઉન, બેતિયા, ચૈનપુર, ચકાઈ, અમરપુર, છતપુર અને જમુઈ જેવા મુખ્ય મતવિસ્તારો પર છે, જ્યાં પ્રેમ કુમાર, રેણુ દેવી, જામા ખાન, સુમિત કુમાર સિંહ, જયંત રાજ, નીરજ કુમાર સિંહ બબલુ અને શ્રેયસી સિંહ સહિત અનેક અગ્રણી મંત્રીઓ અને વર્તમાન ધારાસભ્યો પોતાની બેઠકો જાળવી રાખવા માટે લડી રહ્યા છે.
6 નવેમ્બરના રોજ યોજાયેલા પ્રથમ તબક્કામાં 65.08 ટકા મતદાન થયું હતું, જે રાજ્યના વિધાનસભા ચૂંટણી ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન છે. આ આંકડો 2020 ની ચૂંટણીમાં નોંધાયેલા 57.29 ટકા કરતા નોંધપાત્ર રીતે વધારે છે. 6 નવેમ્બરના રોજ મતદાનના પહેલા તબક્કામાં 18 જિલ્લાઓની 121 બેઠકો માટે મતદાન થયું હતું. 2025 બિહાર ચૂંટણી માટે મતગણતરી 14 નવેમ્બરની સવારે શરૂ થશે અને સાંજ સુધીમાં પરિણામો જાહેર કરવામાં આવશે.
મોટાભાગના જિલ્લા સીમાંચલમાં આવેલા છે અને અહીં મુસ્લિમોની વસ્તી મોટાપાયા પર હોવાથી ઇન્ડિયા બ્લોકના સારા પર્ફોર્મન્સની જવાબદારી તેના શિરે છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને શાસક પક્ષના કેબિનેટ પ્રધાન બિજેન્દ્રપ્રસાદ યાદવ સળંગ રેકોર્ડ બ્રેક સળંગ આઠમી વખત તેમની સુપૌલની સીટ જાળવવા મેદાનમાં ઉતરશે.આ જ રીતે તેમના કેબિનેટના સહયોગી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રેમકુમાર પણ આઠમી વખત તેમની સીટ જાળવવા મેદાનમાં ઉતરશે. અન્ય જાણીતા ચહેરોઓમાં જોઈએ તો ભાજપના મંત્રી બેટ્ટિયાના રેણુદેવી અને છતપુરના નીરજકુમાર જેવા જાણીતા ચહેરાની પણ બરોબરની કસોટી થશે. આ સિવાય જેડીયુના લેશીસિંહની ધમદાહા, શીલા મંડલની ફુલપારસ અને ચૈનપુરમાં ઝમાખાનના બળાબળના પારખા થશે.






