'ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવું અર્થતંત્ર માટે સારું', નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષનું આશ્ચર્યજનક નિવેદન
નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ રાજીવ કુમારે મંગળવારે જણા

નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ રાજીવ કુમારે મંગળવારે જણાવ્યું કે ડોલર જેવા વિશ્વના મુખ્ય ચલણ સામે રૂપિયાનું મૂલ્ય ઘટવું અર્થતંત્ર માટે સારું છે કારણ કે તે વિદેશી હૂંડિયામણની આવકમાં વધારો અને રોજગારીનું સર્જન કરે છે. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે રૂપિયો ડોલર સામે ઐતિહાસિક સ્તરે નબળો પડ્યો અને ₹90.41 પ્રતિ ડૉલર સુધી તૂટયો હતો. જોકે, ગુરૂવારે રૂપિયો ડોલર સામે 19 પૈસાની તેજી સાથે 89.96 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો.
રૂપિયાના મૂલ્યમાં ઘટાડા અંગે ચિંતા કરવાની જરૂર નથી
તેમણે x પર લખ્યું કે, 'મુખ્ય વૈશ્વિક ચલણની સરખામણીમાં રૂપિયાનું મૂલ્ય ઘટવાને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હકિકતમાં અર્થતંત્ર માટે તે સારું છે કારણ કે તેનાથી ભારતમાં શ્રમ-સઘન નિકાસને પ્રોત્સાહન મળે છે, વિદેશી ચલણ આવક વધે છે અને રોજગારીના અવસર સર્જાય છે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડા અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.




