મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Maharashtra Election: CM શિંદેની ખુરશી ખતરામાં! ભાજપના આ પગલાથી મહાયુતિમાં ટેન્શન

Maharashtra Election: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચેન

Maharashtra Election: CM શિંદેની ખુરશી ખતરામાં! ભાજપના આ પગલાથી મહાયુતિમાં ટેન્શન

Maharashtra Election: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચેનો કટાક્ષ પણ ખૂબ વધી રહ્યો છે. આ ઉપરાંત ચૂંટણી સમયે ગઠબંધનમાં મતભેદો બહાર ન આવે તે પણ એક પડકાર છે. ભાજપનું કહેવું છે કે, મહાગઠબંધનની જીત બાદ આગામી સરકાર પણ એકનાથ શિંદેના નેતૃત્વમાં જ બનશે. તો કોંગ્રેસે દાવો કર્યો છે, કે ભાજપ માત્ર એકનાથ શિંદેને પોતાની સાથે રાખવા માટે લાલચ આપી રહ્યો છે. આ બાજુ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, ભાજપ હવે એકનાથ શિંદેને મુખ્યમંત્રી નહીં બનાવે. ભાજપે માત્ર પોસ્ટરમાં જ દેવેન્દ્ર ફડણવીસની મોટી તસવીર જ છાપી છે, અને એકનાથ શિંદેની તસવીર જ નથી.  

આ પણ વાંચો: ‘બટેંગે તો કટેંગે’ મહારાષ્ટ્રમાં નહીં ચાલે', યોગીના સૂત્રનો અજીત પવારે કર્યો વિરોધ

 

નાગપુરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન પટોલેએ કહ્યું કે, "નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાજપનો ચહેરો છે. ભાજપ કહી રહી છે કે, એકનાથ શિંદે જ મુખ્યમંત્રી બનશે. તેઓ એટલું જ કહી રહ્યા છે કે, અમે એકનાથ શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ. પરંતુ પાછળ શું થશે તેની ખબર નથી. અમિત શાહે પણ કહ્યું કે, અમે તેમને તક આપી છે.  ભાજપના બતાવવાના અને ચાવવાના દાંત બંને અલગ છે. ભાજપ કોઈપણ ચહેરાની જાહેરાત નથી કરી રહી."

ભાજપના બેનર પર એકનાથ શિંદે ક્યાંય જોવા મળતાં નથી

આ ઉપરાંત પટોલે ભાજપના બેનરો વિશે વાત કરતાં કહ્યું કે તેમાં ત્રણેય પક્ષોના ચિન્હો છે, પરંતુ ફોટા માત્ર પીએમ મોદી અને દેવેન્દ્ર ફડણવીસના છે. ભાજપના બેનર પર એકનાથ શિંદે ક્યાંય જોવા મળતાં નથી. એક અહેવાલ મુજબ પટોલેએ કહ્યું કે આ વખતે પણ નાગપુર દક્ષિણ પશ્ચિમથી દેવેન્દ્ર ફડણવીસની જીત પાક્કી નથી. આ બેઠક પર ભાજપના નેતા સતત પાંચ વખત ધારાસભ્ય રહ્યા છે.

આ સમાચાર શેર કરો