દિલ્હીમાં 3 દિવસમાં જ લોકોને પોતાની ભૂલ સમજાઇ ગઇ, વિજળીની સમસ્યાઓ ચાલુ- આતિશી
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે. ભાજપે આ ચૂંટણીમાં 48 બેઠક જી

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે. ભાજપે આ ચૂંટણીમાં 48 બેઠક જીતી હતી જ્યારે આમ આદમી પાર્ટીને 22 બેઠક મળી હતી. આ વચ્ચે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ દિલ્હીમાં ભાજપની સરકાર બનતા જ લાંબા પાવર કટ થવાના શરૂ થઇ ગયા હોવાનો આરોપ લગાવ્યો છે.
આતિશીએ શું કહ્યું?
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કેટલાક પુરાવા રજૂ કરતા કહ્યું કે, દિલ્હીમાં ભાજપની સરકાર બન્યા બાદ પાવર કટ થવાની ફરિયાદો વધી ગઇ છે. આતિશીએ કહ્યું, "છેલ્લા ત્રણ દિવસમાં 8 ફેબ્રુઆરી પછી દિલ્હીના અલગ અલગ ભાગમાં વિજળી કટ થવાની અને લાંબા લાંબા પાવર કટ થવાની ફરિયાદો મળી રહી છે."
9 ફેબ્રુઆરી- મોહનગાર્ડનમાં ચાર કલાક માટે પાવર કટ થયો.
10 ફેબ્રુઆરી- વિકાસપુરી ફેઝ-2 વિસ્તારમાં 4 કલાક માટે પાવર કટ થયો.
11 ફેબ્રુઆરી- રોહતક રોડ પર બે કલાક કરતા વધુ સમય પાવર કટ થયો.
11 ફેબ્રુઆરી- મલકાપુરી એરિયામાં પાવર કટ થયો.
આતિશીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાંથી હટી છે ત્યારથી ત્રણ દિવસમાં જ પાવર સેક્ટર કોલેપ્સ થઇ ગયુ છે. કેટલાક લોકોએ મને કોલ કરતા કહ્યું કે ત્રણ દિવસમાં જ અમને અહેસાસ થઇ ગયો કે ચૂંટણીમાં આ વખતે અમે મોટી ભૂલ કરી નાખી છે. આમ આદમી પાર્ટીના જતા જ લોકોને ખબર પડી ગઇ કે ભાજપથી સરકાર ચાલી શક્તિ નથી.1993 અને 1998માં પણ ભાજપ પાવરમાં હતું ત્યારે પણ પાવર સેક્ટરની ખરાબ સ્થિતિ હતી. આજે 20 રાજ્યોમાં ભાજપની સરકાર છે અને તે તમામ રાજ્યોમાં વિજળીની આવી જ સ્થિતિ છે.
આતિશીએ કહ્યું કે ઘણા દુ:ખની વાત છે કે ભાજપ ચૂંટણી જીત્યા બાદ દિલ્હીને યુપી બનાવી રહી છે. જે રીતે યુપીમાં વીજળી જાય છે દિલ્હીમાં પણ ત્રણ દિવસમાં જ આવી જ સ્થિતિ થઇ ગઇ છે.








