‘ભાજપમાં સામેલ થઇ જાઓ નહીં તો ધરપકડ કરાશે’, દિલ્હીના મંત્રી આતિશીનો મોટો દાવો
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. આતિશીએ કહ્યું કે, મારા નજીકના સહયોગીએ મન

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. આતિશીએ કહ્યું કે, મારા નજીકના સહયોગીએ મને ભાજપમાં સામેલ થવાની ઓફર કરી હતી, તેમણે કહ્યું કે આગામી કેટલાક દિવસમાં AAPના કેટલાક અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવશે.
આતિશીએ કહ્યુ કે BJPએ મારા ઘણા વ્યક્તિગત નજીકના વ્યક્તિના માધ્યમથી ભાજપમાં સામેલ થવા માટે એપ્રોચ કરી છે. મને કહેવામાં આવ્યું કે ભાજપમાં સામેલ થઇને પોતાની રાજકીય કરિયર બચાવી લો અથવા ભાજપમાં સામેલ ના થયા તો એક મહિનામાં ED દ્વારા ધરપકડ કરવામાં આવશે. મારા નજીકના વ્યક્તિએ જણાવ્યું કે વડાપ્રધાન અને ભાજપે મન બનાવી લીધુ છે કે આમ આદમી પાર્ટીના તમામ લોકોને કચડવા માંગે છે.
દિલ્હીના મંત્રીએ કહ્યું કે, પહેલા તેમણે AAPના ટોચના નેતૃત્વની ધરપકડ કરીને જેલમાં મોકલ્યા. સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહ બાદ અરવિંદ કેજરીવાલની ધરપકડ થઇ ચુકી છે. હવે ભાજપનો ઇરાદો 2 મહિનામાં આમ આદમી પા ર્ટીના વધુ ચાર નેતાઓની ધરપકડ કરવાનો છે. તે મારી ધરપકડ કરશે, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાની ધરપકડ કરશે, તેમને લાગતું હતું કે કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી તૂટી જશે.
આતિશીએ કહ્યું કે રવિવારની રામલીલા મેદાનની રેલી બાદ હવે ભાજપને લાગે છે કે આમ આદમી પાર્ટીના ટોપ 4 લીડરની ધરપકડ કરવું ઘણું નહીં હોય. આવનારા સમયમાં ચાર નેતાઓને જેલમાં નાખવામાં આવશે.
મને કહેવામાં આવ્યું કે આગામી દિવસોમાં મારા ઘર અને મારા સંબંધીઓના ઘરે દરોડા પડશે. અમે કેજરીવાલના સિપાહી છીએ અને ભાજપની ધમકીથી ડરવાના નથી.
કેજરીવાલે લીધુ હતું આતિશીનું નામ
દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલની કસ્ટડી 15 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. સોમવારે દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે કેજરીવાલની ED કસ્ટડી વધારી છે. EDનો દાવો છે કે કેજરીવાલે આ કેસમાં પોતાના બે મંત્રી આતિશી અને સૌરભ ભારદ્વાજનું નામ લીધુ છે. કોર્ટમાં જ્યારે EDએ તેના વિશે જાણકારી આપી તો કેજરીવાલે તેના પર સહમતિ વ્યક્ત કરી હતી.
કેજરીવાલે જણાવ્યું હતું કે આ ઘટનામાં આરોપી વિજય નાયર તેમણે નહીં પણ આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો. તે બાદ આતિશીએ એક્સ હેન્ડલ પર એક નાની પોસ્ટ લખી હતી જેમાં તેને મંગળવાર સવારે વિસ્ફોટક માહિતી આપવાની વાત કરી હતી.








