મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અરવિંદર સિંહ લવલી ફરી ભાજપમાં જોડાયા, થોડા દિવસ પહેલા કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામુ

અરવિંદર સિંહ લવલીએ દિલ્હી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદ છોડ્યા બાદ આજે ફરી ભાજપમાં જોડાયા છે. થોડા દિવસ પહેલા દિલ્હી કોં

અરવિંદર સિંહ લવલી ફરી ભાજપમાં જોડાયા, થોડા દિવસ પહેલા કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામુ

અરવિંદર સિંહ લવલીએ દિલ્હી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદ છોડ્યા બાદ આજે ફરી ભાજપમાં જોડાયા છે. થોડા દિવસ પહેલા દિલ્હી કોંગ્રેસના પ્રમુખગ પદેથી રાજીનામુ આપ્યું હતું. તેમને કહ્યું હતું કે પૂર્વ ધારાસભ્યો દિલ્હીમાં AAP અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનથી નારાજ છે. 

કોંગ્રેસ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરીએ લવલી પર ભાજપને ફાયદો કરાવવા માટે લોકસભા ચૂંટણી પહેલા આ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. ચૌધરીએ કહ્યું કે લવલીએ રાજીનામું આપવા માટે જે સમય પસંદ કર્યો તે ખૂબ જ ખોટો હતો. ચૌધરીએ વધુમાં કહ્યું કે, 'મને લાગે છે કે લવલી પાર્ટીને એવા વળાંક પર લઈ આવી છે કે તેનું રાજીનામું સ્વીકારવું પડ્યું. તેમને અનુશાસનની હદ વટાવી દીધી છે.

રાજીનામાં બાદ લવલીએ કહ્યું 'હું સિસ્ટમમાં કામ કરી શકતો ન હતો'

અરવિંદર સિંહ લવલીએ કહ્યું કે, જ્યારે પાંચ મહિના પહેલા હાથ જોડીને બહાર ફેંકવામાં આવેલા કાર્યકરો મને પ્રશ્નો પૂછે છે, ત્યારે મારી પાસે તેનો જવાબ નથી. મેં પાર્ટીના કોઈ નેતા સામે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. તેમજ મેં મારા પક્ષની કોઈ નીતિ વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું નથી. મેં માત્ર એટલું જ કહ્યું છે કે હું આ સિસ્ટમમાં કામ કરવા સક્ષમ નથી. તમે બીજા કોઈને પ્રમુખ બનાવો. હું પ્રમુખથી ઉપર શું બની શકું? મેં મારી ઉમેદવારી અંગે પહેલેથી જ સ્પષ્ટતા કરી દીધી હતી. 

'મે કાર્યકરો માટે મારું પદ છોડી દીધું'

તેમણે કહ્યું કે, જો પાર્ટી ચૂંટણી હારી ગઈ હોત તો પણ મારા પર કોઈ અસર ન થઈ હોત. કારણ કે બધા જાણતા હતા કે દિલ્હી કોંગ્રેસ કમિટીની કોઈ ભૂમિકા નથી. મેં આ પદ મારા માટે નહીં, પરંતુ પાર્ટીના કાર્યકરો માટે છોડ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ચૂંટણીમાં જે ઉમેદવાર તેમને બોલાવશે તેમના પ્રચારમાં તેઓ ભાગ લેશે.

'ઉમેદવારની જાહેરાત પહેલા માહિતી આપવી જોઈએ'

તેમણે કહ્યું કે, ઉમેદવાર નક્કી કરવાનો અધિકાર હાઈકમાન્ડનો છે. પ્રદેશ પ્રમુખ બનવાનો અર્થ એ નથી કે પ્રદેશ પ્રમુખ નક્કી કરશે કે કોણ ચૂંટણી લડશે અને કોણ નહીં? હા, પ્રદેશ પ્રમુખ હોવાના નાતે તેઓ ચોક્કસપણે કાર્યકરોની લાગણીઓને આગળ ધપાવે છે અને મેં મારા પત્ર દ્વારા તેમને રજૂ કર્યા છે. ઉમેદવારની પસંદગીનો નિર્ણય ચોક્કસપણે હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવે છે, પરંતુ AICCની ગરિમા એવી હોવી જોઈએ કે PCCને ઔપચારિક જાહેરાત પહેલા ઉમેદવાર વિશે જાણ કરવામાં આવે.

આ સમાચાર શેર કરો