મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

IAFના ફાઈટર પ્લેનમાં ટેકનિકલ ખામીથી પોખરણ રેન્જ પાસે પડ્યો ‘વિસ્ફોટક બોમ્બ’

રાજસ્થાનના જેસલમેરમાં પોખરણ ફાયરિંગ રેન્જમાં ભારતીય વાયુસે

IAFના ફાઈટર પ્લેનમાં ટેકનિકલ ખામીથી પોખરણ રેન્જ પાસે પડ્યો ‘વિસ્ફોટક બોમ્બ’

રાજસ્થાનના જેસલમેરમાં પોખરણ ફાયરિંગ રેન્જમાં ભારતીય વાયુસેના (IAF) ના ફાઇટર જેટમાંથી છોડવામાં આવેલો એક વિસ્ફોટક બોમ્બ તકનીકી ખામીને કારણે લક્ષ્ય ચૂકી ગયો. તે જેસલમેરના રામદેવરા પોલીસ સ્ટેશન વિસ્તારના રાઠોડા ગામ પાસે ફાયરિંગ રેન્જની બહાર પડ્યો હતો. આ દરમિયાન જોરદાર અવાજ આવ્યો. સદનસીબે કોઈ જાન-માલનું નુકસાન થયું ન હતું. ભારતીય વાયુસેનાએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. 

મળતી માહિતી મુજબ, એર સ્ટોરને આકસ્મિક રીતે ફાઈટર જેટમાંથી છુટ્ટુ મુકવામાં આવ્યું હતું. એર સ્ટોર એટલે કોઈપણ સાધન, હથિયાર અથવા પેલોડ જે ફાઈટર જેટ લઈ જઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે જે વસ્તુ છોડી દેવામાં આવી છે તે પ્રેક્ટિસ બોમ્બ હતો. આ ફ્લાઇટનો હેતુ નિર્ધારિત લક્ષ્યો પર બોમ્બ છોડવાની પ્રેક્ટિસ કરવાનો હતો.

તમને જણાવી દઈએ કે વાયુસેનાએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ઘટનાની માહિતી મળતાં રામદેવરા પોલીસ અને એરફોર્સની સુરક્ષા ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને ચુસ્ત સુરક્ષા કોર્ડન હેઠળ લઈ લીધો હતો.

ભારતીય વાયુસેનાની અત્યાર સુધીની સૌથી મોટી બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત તરંગ શક્તિનો બીજો તબક્કો 29 ઓગસ્ટથી જોધપુરમાં શરૂ થવા જઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કવાયતની પ્રારંભિક તૈયારીઓ માટે ભારતીય વાયુસેનાના ઘણા ફાઈટર પ્લેન જેસલમેરના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આવી રહ્યા છે અને વિવિધ લક્ષ્યો પર બોમ્બમારો કરીને પ્રેક્ટિસ કરી રહ્યા છે.

જો કે તે કયું ફાઈટર પ્લેન હતું અને ક્યાંથી ટેકઓફ થયું તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. જે જગ્યાએ આ એર સ્ટોર પડ્યો હતો ત્યાં જમીનમાં લગભગ 8 ફૂટ ઊંડો ખાડો હતો.

ઘટનાના પ્રત્યક્ષદર્શી ખીવ સિંહે જણાવ્યું કે બુધવારે બપોરે એક પ્લેન ગામની ઉપર ખૂબ જ ઓછી ઊંચાઈએ ઉડી રહ્યું હતું. આ દરમિયાન ગામની વસ્તીથી લગભગ 2 કિલોમીટર દૂર જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને ગામના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યાં 8 ફૂટ ઊંડો ખાડો સર્જાયો હતો. આસપાસ તે વસ્તુના ટુકડા પડ્યા હતા.

આ સમાચાર શેર કરો