VIDEO : 'નીતિશ કુમારનો કાર્યકાળ ખરેખર ગૌરવશાળી', રાજ્યસભા નામાંકન બાદ અમિત શાહનું પહેલું નિવેદન
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, હું નીતિન નવીન, નીતિશ કુમાર, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર ક
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, હું નીતિન નવીન, નીતિશ કુમાર, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને સુદેશ રામના રાજ્યસભાના નામાંકનમાં હાજરી આપવા માટે પટના આવ્યો છું. રાજ્યમાં લાંબી અને સફળ રાજકીય કારકિર્દી પછી નીતિન નબિન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા, અને હવે રાજ્યસભા દ્વારા તેઓ સંસદમાં પણ યોગદાન આપશે.
નીતિશ કુમારનો કાર્યકાળ ખરેખર ગૌરવશાળીઃ અમિત શાહ
આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ રાજ્યસભા માટે પોતાનું નામાંકન દાખલ કર્યું. આ સાથે, લાંબા સમય પછી, તેઓ ફરી એકવાર રાજ્યસભા સાંસદ તરીકે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. નીતિશ કુમારે 2005થી અત્યાર સુધી બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપી. તેમનો કાર્યકાળ ખરેખર ગૌરવશાળી હતો. આ કાર્યકાળ બિહારના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ તરીકે લખાશે, જેણે બિહારના વિકાસના સમગ્ર ક્ષેત્રને આકાર આપ્યો.
ક્યારેય ડાઘ લાગવા ના દીધો
નીતિશ કુમારે ધારાસભ્ય, સાંસદ, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી તરીકેની તેમની લાંબી કારકિર્દી દરમિયાન તેમના કુર્તા પર ક્યારેય ડાઘ લાગવા દીધો નથી. તેમનું આખું જીવન ભ્રષ્ટાચારના આરોપોથી મુક્ત રહ્યું. પીએમ મોદીના નેતૃત્વમાં 11 વર્ષ સુધી દરેક પ્રકારે બિહારની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. અને તેમના જ નેતૃત્વમાં જ પીએમ મોદીની બધી પહેલ બિહારના લોકો સુધી પહોંચી. તેઓ ફરી એકવાર રાજ્યસભાના સાંસદ તરીકે દિલ્હી પરત ફરી રહ્યા છે. હું અને અમારા બધા NDA સાથીઓ તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. મુખ્યમંત્રી તરીકેના તેમનાકાર્યકાળને બિહારના લોકો હંમેશા યાદ રાખશે અને આદર આપશે.






