યોગીએ અડધી રાત્રે લીધો એવો નિર્ણય કે, અમિત શાહ અને CJI ચંદ્રચુડ પણ ચોંકી ગયા
યુપી કેબિનેટે સોમવારે મળેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે ઉત્તર પ્રદેશ સ

યુપી કેબિનેટે સોમવારે મળેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જ DGP નક્કી કરવામાં આવશે. આ માટે પેનલ યુપીએસસીને મોકલવામાં આવશે નહીં. પોલીસ મહાનિર્દેશકની નિમણૂંક માટેના નવા નિયમો સોમવારે મળેલી બેઠકમાં પસાર કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં DGPનો કાર્યકાળ હવે બે વર્ષનો રહેશે. હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી સમિતિ નવા ન્યાયાધીશની પસંદગી કરશે. યુપી કેબિનેટના આ નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું છે કારણ કે આ નિર્ણય ગુપ્ત રીતે લેવામાં આવ્યો હતો અને મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ 'દરેક પ્રાઈવેટ પ્રોપર્ટી પર સરકાર કબ્જો ના કરી શકે', રિટાયરમેન્ટ પહેલા CJIએ સંભળાવ્યો ઐતિહાસિક નિર્ણય
પ્રશાંત કુમાર માટે નિયમોમાં ફેરફાર?
યોગી કેબિનેટે સુપ્રીમ કોર્ટના આદેશને કેબિનેટના નિર્ણયમાં ફેરવી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રસ્તાવ પ્રશાંત કુમારને પૂર્ણ સમયના DGP બનાવવા માટે લાવવામાં આવ્યો છે. આ પછી તેમને બે વર્ષનો નિશ્ચિત કાર્યકાળ મળશે. ડીજીપીની પસંદગી માટેની સમિતિમાં મુખ્ય સચિવ, યુપીએસસી દ્વારા નામાંકિત વ્યક્તિ, ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ અથવા તેમના પ્રતિનિધિ, અધિક મુખ્ય સચિવ અને નિવૃત્ત ડીજીપીનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ DGPની પસંદગી, સેવા સમયગાળો, સારા ટ્રેક રેકોર્ડ અને અનુભવના આધારે કરવામાં આવશે. નવા ડીજીપી એવા વ્યક્તિને જ બનાવવામાં આવશે જેની નોકરીમાં ઓછામાં ઓછા 6 મહિના બાકી હોય. એકવાર ચૂંટાયા પછી તેઓ બે વર્ષ માટે તેમનું પદ સંભાળશે. જો નિયુક્ત ડીજીપી કોઈ ફોજદારી કેસમાં સંડોવાયેલા હોય અથવા તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ જાય તો સરકાર તેમનો બે વર્ષનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા દૂર કરી શકે છે.






