મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે ભારતીય ધ્વજ સાથેના 2 જહાજો હોર્મુઝની ખાડી પાર કરી ભારત તરફ નીકળ્યાં

Strait of Hormuz Indian Ships: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અ

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે ભારતીય ધ્વજ સાથેના 2 જહાજો હોર્મુઝની ખાડી પાર કરી ભારત તરફ નીકળ્યાં
આ સમાચાર સાંભળો

Strait of Hormuz Indian Ships: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઇરાન-અમેરિકા વચ્ચેના સંભવિત પરમાણુ કે ઉર્જા યુદ્ધના ભય વચ્ચે ભારતના બે મહત્વપૂર્ણ LPG ટેન્કરો અત્યારે અત્યંત જોખમી ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) માંથી પસાર થઈ રહ્યા છે. શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, ભારતીય ધ્વજ ધરાવતા આ બે ટેન્કરો—'પાઇન ગૅસ' (Pyne Gas) અને 'જગ વસંત' (Jag Vasant)—સોમવારે બપોર સુધીમાં ઈરાનના લારક અને કેશ્મ ટાપુઓ વચ્ચેના સંવેદનશીલ જળક્ષેત્રમાં પહોંચ્યા હતા.

ઈરાનની ચેક-પોઇન્ટ પોલિસી અને ભારતની સાવચેતી
નિષ્ણાતોનું માનવું છે કે તહેરાન અત્યારે હોર્મુઝ જેવા સાંકડા સમુદ્રી માર્ગ પર પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે. ઈરાન અહીં 'ચેક પોઇન્ટ' બનાવીને જહાજોની અવરજવરને નિયંત્રિત કરી રહ્યું છે. આ સ્થિતિમાં કોઈ પણ પ્રકારની ગેરસમજ ન થાય તે માટે બંને ભારતીય ટેન્કરો એકબીજાની નજીક ચાલી રહ્યા છે અને સતત સંકેતો આપી રહ્યા છે કે તેઓ ભારતીય જહાજો છે. આ વ્યૂહરચના પાછળનો હેતુ ઇરાની નેવી કે ઓથોરિટી દ્વારા થતી કોઈ પણ આકસ્મિક કાર્યવાહીથી બચવાનો છે.

ડિપ્લોમેટિક ચેનલ્સ એક્ટિવ
ભારત સરકાર યુદ્ધ ફાટી નીકળ્યાના પ્રથમ દિવસથી જ ઈરાની રાજદ્વારી અધિકારીઓના સંપર્કમાં છે. ભારતનું મુખ્ય લક્ષ્ય એ છે કે આપણા ઉર્જા પુરવઠાને અસર ન થાય અને ભારતીય જહાજો સુરક્ષિત રીતે વતન પરત ફરે. અગાઉ પણ 'શિવાલિક' અને 'નંદા દેવી' જેવા ટેન્કરો આ જ માર્ગેથી સફળતાપૂર્વક ભારત પહોંચ્યા હતા, જે ભારતની મજબૂત ડિપ્લોમસીનું પરિણામ ગણાય છે.

સમયરેખા અને મહત્ત્વ
આ બંને ટેન્કરો 26થી 28 માર્ચ સુધીમાં ભારતીય બંદરો પર પહોંચે તેવી શક્યતા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વના તેલ અને ગૅસ સપ્લાય માટેની જીવનરેખા સમાન છે, જે ઇરાન અને ઓમાન વચ્ચે આવેલો છે. જો આ માર્ગ બંધ થાય કે ત્યાં સંઘર્ષ વધે, તો ભારતમાં એલપીજી અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.

આ સમાચાર શેર કરો