મધ્ય પ્રદેશ: દર્દીને લઇને જતી એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત, ચાર લોકોના મોત
મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. એમ્બ્યુલન્સ પલટી જતા ચાર લોકોના મોત થયા છે. દુર્

મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. એમ્બ્યુલન્સ પલટી જતા ચાર લોકોના મોત થયા છે. દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પર અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર એમ્બ્યુલન્સ આંધ્ર પ્રદેશના કુરનૂલથી બિહારના પશ્ચિમ ચંપારણ જતી હતી. રસ્તા પર ચાલતા એક મુસાફરને ટક્કર માર્યા બાદ એમ્બ્યુલન્સ થાંભલા સાથે ટકરાઇને પલટી મારી ગઇ હતી.
દર્દીને લઇને જતી એમ્બ્યુલન્સને જ નડ્યો અકસ્માત
પોલીસ અધિકારી અનુસાર, "એમ્બ્યુલન્સ આંધ્ર પ્રદેશના કુરનૂલથી અનીશ શાહ (18) નામના એક ઘાયલ વ્યક્તિને બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં સ્થિત તેના ઘરે લઇને જતી હતી. એમ્બ્યુલન્સમાં બે ચાલક અને તેના છ સંબંધી સવાર હતા. રસ્તામાં એમ્બ્યુલન્સે મુસાફરને ટક્કર મારી હતી. તે બાદ ચાલકે કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ એક થાંભલા સાથે ટકરાઇ હતી અને તે બાદ પલટી મારી ગઇ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા."
આ પણ વાંચો: અમદાવાદ: ચાંદખેડામાં કોમ્બિંગ નાઈટ દરમ્યાન કાર ચાલક નબીરાએ બે પોલીસકર્મીઓને ઢસડ્યા
આ દુર્ઘટના મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાં જબલપુર રોડ પર ધારપાઠા ગામ પાસે સર્જાઇ હતી. બનાવની જાણ થતા જ સ્થાનિકો તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા.






