મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ, બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પ્રથમ જથ્થો રવાના

પવિત્ર અમરનાથ યાત્રા ફરી એક વખત શરૂ થઇ છે. અમરનાથ યાત્રા પહેલગામ અને બાલટાલથી શરૂ થઇ છે. મહત્ત્વપૂર્ણ છે કે અમરનાથ યાત્રા માટે તી

આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ, બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પ્રથમ જથ્થો રવાના

પવિત્ર અમરનાથ યાત્રા ફરી એક વખત શરૂ થઇ છે. અમરનાથ યાત્રા પહેલગામ અને બાલટાલથી શરૂ થઇ છે. મહત્ત્વપૂર્ણ છે કે અમરનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓનો પ્રથમ જથ્થો શુક્રવારે કાશ્મીર પહોંચ્યો હતો. જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ સુરક્ષા વચ્ચે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ આધાર શિબિરથી 4,603 યાત્રીઓને લીલી ઝંડી બતાવીને રવાના કર્યા હતા.

દરેક યાત્રાળુઓ માટે RFID કાર્ડ ફરજિયાત

સુરક્ષાને ધ્યાનમાં રાખીને, દરેક પેસેન્જર માટે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) કાર્ડ ફરજિયાત છે. આ વિના કોઈપણ મુસાફરને આગળ વધવાની મંજૂરી નથી. પવિત્ર ગુફાનું અંતર દક્ષિણ કાશ્મીરના પહેલગામના નુનવાન માર્ગથી 32 કિલોમીટર છે અને મધ્ય કાશ્મીરના ગાંદરબલના બાલટાલ માર્ગથી આ અંતર 14 કિલોમીટર છે. બાલટાલ રૂટ પરથી જતા યાત્રીઓ એક જ દિવસમાં દર્શન કરીને પરત ફરે છે અને મોટાભાગના પ્રવાસીઓ આ રૂટને પસંદ કરે છે. દરમિયાન બાલટાલઅને પહેલગામ નુનવાન બેઝ કેમ્પ પહોંચતા જ યાત્રાના રૂટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાલટાલ અને નુનવાન બેઝ કેમ્પમાં પણ ભક્તોએ ભજન અને કીર્તન ગાઈને સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું. આ વખતે યાત્રા 52 દિવસ સુધી ચાલશે. 19 ઓગસ્ટ સુધી ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરી શકશે.

આ સમાચાર શેર કરો