મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

UP પેટાચૂંટણીના કારણે રચાયું હતું ષડયંત્ર, સંભલ મુદ્દે અખિલેશે સંસદમાં કરી ગર્જના

ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા મુદ્દે સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું છે કે, યુપીના આ જિલ્લાઓમાં ભા

UP પેટાચૂંટણીના કારણે રચાયું હતું ષડયંત્ર, સંભલ મુદ્દે અખિલેશે સંસદમાં કરી ગર્જના

ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા મુદ્દે સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું છે કે, યુપીના આ જિલ્લાઓમાં ભાઈચારાને ગોળી મારી દેવામાં આવી છે. આ એક પ્લાનિંગ સાથે કરેલું કાવતરું છે. સમગ્ર દેશમાંથી ખોદકામના સમાચારો દેશની સંવાદિતા બગાડશે. સપા ચીફે ગૃહમાં કહ્યું કે સંભલમાં બધું એક ષડયંત્ર હેઠળ થયું. યુપીમાં ચૂંટણી હતી એટલે આ બધું કરવામાં આવ્યું. 

આ પણ વાંચોઃ ખ્યાતિકાંડનો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો,શક્તિસિંહ ગોહિલે CBI તપાસની કરી માંગ

અખિલેશ યાદવે કહ્યું કે, સંભલમાં હજારો વર્ષોથી હિંદુ અને મુસ્લિમો ભાઈઓની જેમ રહે છે. આ એક પૂર્વયોજિત ઘટના છે જે ભાઈચારાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણી હતી અને ત્યાં થયેલી ગેરરીતિઓ પરથી ધ્યાન હટાવવા માટે સંભલની ઘટના ઊભી કરાઈ છે.

સંભલનો માહોલ બગાડવામાં પોલીસ અને પ્રશાસનનો હાથ

સપા નેતાએ કહ્યું કે, સંભલનો માહોલ બગાડવામાં પોલીસ અને પ્રશાસનનો હાથ છે. સંભલનું વાતાવરણ બગાડવામાં પિટિશન દાખલ કરનાર વ્યક્તિનો હાથ છે. આ લડાઈ દિલ્હી અને લખનૌ વચ્ચે છે. સપા સાંસદે કહ્યું કે, સંભલમાં તાનાશાહી દેખાડવામાં આવી અને સીઓએ લોકો સાથે દુર્વ્યવહાર કર્યો. પોલીસની ગોળીથી અનેક લોકો ઘાયલ થયા છે.

અખિલેશે અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી

સંભલ મુદ્દે સપા સાંસદે કહ્યું કે, કોર્ટે બીજા પક્ષની વાત સાંભળ્યા વિના આદેશ આપ્યો. સર્વેની ટીમ કોર્ટના આદેશના 2 કલાકમાં જ જામા મસ્જિદ પહોંચી હતી. 22મીએ લોકોને નમાજ અદા કરતા અટકાવવામાં આવ્યા છતાં કોઈ પ્રદર્શન થયું ન હતું. આગામી સર્વેની તારીખ 29મી હતી. પરંતુ સર્વે માટે ફરીથી 24મીએ કહેવામાં આવ્યું. અને સવારના સમયે તાનાશાહી કરતા સર્વે ટીમ સાથે જામા મસ્જિદ પહોંચ્યા.

અખિલેશ યાદવે કહ્યું કે જ્યારે કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો, ત્યારે તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી, એમાં ઘર માટે સામાન લેવા માટે બહાર નીકળેલા પાંચ લોકો માર્યા ગયા. આ મોત માટે પોલીસ પ્રશાસનના લોકો જવાબદાર છે તેમને સસ્પેન્ડ કરીને હત્યાનો કેસ દાખલ થવો જોઈએ. આ લડાઈ દિલ્હી અને લખનૌ વચ્ચે છે. લખનૌનો વ્યક્તિ તે માર્ગ દ્વારા દિલ્હી આવવા માંગે છે.

આ સમાચાર શેર કરો