મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મોદી 3.0માં અજિત ડોભાલને સોપાયું નવુ મિશન, પાકિસ્તાનને લાગ્યો ડર!

PM મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા પછી, અજિત ડોભાલને ફરી એકવાર દેશ

મોદી 3.0માં અજિત ડોભાલને સોપાયું નવુ મિશન, પાકિસ્તાનને લાગ્યો ડર!

PM મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા પછી, અજિત ડોભાલને ફરી એકવાર દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે પાકિસ્તાનમાં આ મુદ્દે ચર્ચાએ જોર પકડ્યું છે. એવું માનવામાં આવે છે કે, અજિત ડોભાલની રણનીતિ ક્યારેય નિષ્ફળ થતી નથી. અજિત ડોભાલ હવે શું કરવા જઈ રહ્યા છે તેનાથી પાકિસ્તાનીઓને ડર છે, કારણ કે સંયુક્ત કાશ્મીરની તેમની યોજના હજુ સુધી સફળ થઈ નથી.

પાકિસ્તાની યુટ્યુબર સોહેબ ચૌધરીએ કહ્યું કે, નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે અમે કાશ્મીર ભારત પાસેથી છીનવી લઈશું, પરંતુ હવે વાત સાવ ઊંધી લાગી રહી છે. તેણે કહ્યું, 'ઘણા મીડિયા અહેવાલોમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હવે સંપૂર્ણપણે PoK પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ માટે પીએમ મોદીના ત્રીજા કાર્યકાળની જેમ તેમણે પાકિસ્તાન 3.0 પ્લાન લોન્ચ કર્યો છે. આ માટે અજિત ડોભાલની ટીમને સંપૂર્ણ રીતે તૈનાત કરવામાં આવી છે, જે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરશે અને પીઓકે માટે કામ કરશે.

પાકિસ્તાન પાસે કાશ્મીર યોજના નથી

સોહેબ ચૌધરીએ આ મુદ્દે પાકિસ્તાનના યુવાનો સાથે વાત કરી છે. આ દરમિયાન પાકિસ્તાનના યુવાનોએ કહ્યું કે, પાકિસ્તાનમાં સૌથી મોટી સમસ્યા શિક્ષણની છે. પાકિસ્તાનના યુવાનો રાજનીતિમાં આવવા માગતા નથી, જેના કારણે સમસ્યાઓ વધી રહી છે. એક યુવકે કહ્યું કે, પાકિસ્તાને હજુ સુધી કાશ્મીરને લઈને કોઈ એજન્ડા તૈયાર કર્યો નથી. જ્યારે અમારી પાસે કોઈ યોજના નથી તો અમે તે મુદ્દા પર કેવી રીતે કામ કરીશું. તે યુવકે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન પહેલા કાશ્મીરને લઈને કોઈ યોજના બનાવે અને તેને લાગુ કરે.

તેઓ જમ્મુ-કાશ્મીર વિશે શું કહેશે?

પાકિસ્તાની યુવકે કહ્યું કે, અમારી પાસે શિક્ષણ નથી, ટેક્નોલોજી નથી, રોજગાર નથી. જ્યારે આપણી પાસે કશું જ નથી તો પછી આપણે કયા આધારે કોઈ વિસ્તાર કબજે કરીશું અને શું કહીને કબજો લઈશું? યુવકે પૂછ્યું કે શું આપણે જમ્મુ-કાશ્મીરમાં યુનિવર્સિટી ખોલવા જઈ રહ્યા છીએ કે, લોકોને રોજગારી આપવાના છીએ. અન્ય એક પાકિસ્તાની યુવકે કહ્યું કે, આપણે આપણાં જૂના નેતાઓને બદલવા જોઈએ અને યુવા પેઢીને રાજકારણમાં લાવવી જોઈએ.

આ સમાચાર શેર કરો