મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અગ્નિવીરોને પોલીસની નોકરીમાં 10 ટકા અનામત મળશે, હરિયાણા સરકારનું મોટું એલાન

અગ્નિવીરો માટે હરિયાણાની સરકારે મોટું એલાન કર્યું છે. અગ્નિવીરોને પોલીસ ભરતી અને માઈનિંગ

અગ્નિવીરોને પોલીસની નોકરીમાં 10 ટકા અનામત મળશે, હરિયાણા સરકારનું મોટું એલાન

અગ્નિવીરો માટે હરિયાણાની સરકારે મોટું એલાન કર્યું છે. અગ્નિવીરોને પોલીસ ભરતી અને માઈનિંગ ગાર્ડની ભરતીમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જાહેરાત કરી છે.  તેમજ ગ્રુપ સી અને સીમાં 3 વર્ષની વયમર્યાદામાં છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હરિયાણા સરકારની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે તાજેતરમાં સંસદમાં અગ્નિપથ યોજનાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ પૂર્વ અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો હતો

તાજેતરમાં જ પૂર્વ અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો હતો. જેમાં પૂર્વ અગ્નિવીરોને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ) અને સીઆરપીએફની ભરતીઓમાં 10 ટકા અનામત આપવામાં આવશે. આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે સરકારે જૂન, 2022માં આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય સેવાઓ માટે અગ્નિવીર યોજના શરૂ કરી હતી. આ યોજનામાં 17.5 વર્ષથી 21 વર્ષના ઉંમરના યુવાનોની ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવે છે. 

આ સમાચાર શેર કરો