મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીની 400 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઇને મોટો ખુલાસો, અફઝલ ગુરુ કનેક્શન સામે આવ્યું

દિલ્હીની 400 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા મામલે મોટો ખુલાસો થયો છે.

દિલ્હીની 400 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઇને મોટો ખુલાસો, અફઝલ ગુરુ કનેક્શન સામે આવ્યું

દિલ્હીની 400 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા મામલે મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં એક વિદ્યાર્થી સામે આવ્યો છે જેના લેપટોપ અને મોબાઇલથી સ્કૂલોને ધમકી આપવામાં આવતી હતી.

બોમ્બની ધમકી મામલે પોલીસનો મોટો ખુલાસો 

પોલીસે ખુલાસો કર્યો કે આ વિદ્યાર્થીના પિતાનો સંબંધ એક એવી NGO સાથે છે જે આતંકી અફઝલ ગુરૂની ફાંસી વિરૂદ્ધ અવાજ ઉઠાવતું હતું. સ્પેશ્યલ સીપી મધુપ તિવારીએ કહ્યું, 'ઘણા દિવસથી સ્કૂલમાં હોક્સ કોલ આવતી હતી. બોમ્બ રાખવાના કોલ મળતા હતા. ગત વર્ષે 12 ફેબ્રુઆરીથી કેટલાક કોલ આવ્યા હતા. આ મેલ ઘણા એડવાન્સ રીતે મોકલવામાં આવતા હતા જેમાં ટેરર એન્ગલથી પણ તપાસ ચાલી રહી છે. અત્યારે 8 જાન્યુઆરી 2025એ લાસ્ટ કોલ આવ્યો હતો જેમાં તે વિદ્યાર્થિની ઓળખ કરવામાં આવી છે. વિદ્યાર્થીના લેપટોપ અને મોબાઇલની ફોરેન્સિક તપાસ કરાવવામાં આવશે.'

400થી વધુ સ્કૂલને આપી હતી ધમકી

સ્પેશ્યલ સીપીએ કહ્યું, 400થી વધુ સ્કૂલોને બોમ્બની ધમકી આપતા મેલ કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીના પિતા એક NGO સાથે જોડાયેલા હતા અને આ NGO એક પોલિટિકલ પાર્ટી માટે કામ કરે છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરઃ રાજૌરીમાં LoC નજીક લેન્ડમાઇનમાં જોરદાર વિસ્ફોટ, સેનાના 6 જવાનો ગંભીર ઈજાગ્રસ્ત

અફઝલ ગુરુ કનેક્શનની ફાંસી વિરૂદ્ધ હતી આ NGO!

દિલ્હીના સ્પેશિયલ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) મધુપ તિવારીએ જણાવ્યું હતું કે, "૧૪ ફેબ્રુઆરીથી શાળાઓને ઈ-મેલ (બનાવટી બોમ્બ ધમકીઓ) સતત મળી રહી હતી. અમે આ અંગે તપાસ કરી હતી, પરંતુ VPN વગેરેના ઉપયોગને કારણે અમને કોઈ પુરાવા મળાયો ન હતા. ઘણી જગ્યાએ રજા જાહેર કરવામાં આવતા બાળકોના અભ્યાસ પર અસર પડી હતી.'

દિલ્હીના સ્પેશ્યલ પોલીસ કમિશનરે કહ્યું, "અમે તપાસ કરી રહ્યા છીએ કે શું આ બાળકના આ કૃત્ય પાછળ કોઇ રાજકીય પક્ષનો હાછ છે જે NGO દ્વારા દિલ્હીનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ NGO અફઝલ ગુરૂની ફાંસી સામે પણ અવાજ ઉઠાવી રહી હતી. કારણ કે ઘણી વખત જ્યારે મેઇલ મોકલવામાં આવ્યો હતો તે સમયે કોઇ પરીક્ષાઓ ચાલતી નહતી તેથી તેનો હેતુ ફક્ત પરીક્ષા રદ કરવાનો ના હોઇ શકે. કોઇ મોટા કાવતરાની શંકા છે. તપાસ હજુ ચાલી રહી છે."

આ સમાચાર શેર કરો