મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

યુપીમાં રાજપૂતો બાદ બ્રાહ્મણ ધારાસભ્યોના "સહભોજ"થી રાજકારણ ગરમાયું, RSS- BJPની ચિંતામાં વધારો

ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાતિના નામ પર વાર- પલટવાર હંમેશા ચાલુ જ રહે છે. જાતિના આધારે ટ

યુપીમાં રાજપૂતો બાદ બ્રાહ્મણ ધારાસભ્યોના "સહભોજ"થી રાજકારણ ગરમાયું, RSS- BJPની ચિંતામાં વધારો

ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાતિના નામ પર વાર- પલટવાર હંમેશા ચાલુ જ રહે છે. જાતિના આધારે ટિકિટ અને પક્ષના હોદ્દા આપવાની પણ પરંપરા છે. પરિણામે જ્યારે એક જ જાતિના ધારાસભ્યો પક્ષમાં ભેગા થાય ત્યારે વાતાવરણ ગરમાય છે. થોડા સમય પહેલા રાજપૂત ધારાસભ્યોએ લખનૌમાં "કુટુમ્બ" ના નામે એક મિટિંગકરી હતી. હવે ભાજપના બ્રાહ્મણ ધારાસભ્યોએ "સહભોજ" નામથી એક બેઠક યોજી છે. 

વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન બ્રાહ્મણ ધારાસભ્યોના મેળાવડાએ રાજ્યના રાજકીય વાતાવરણને ગરમાવો આપ્યો છે. કુશીનગરના ભાજપના ધારાસભ્ય પી.એન. પાઠકના બહુખંડી  સ્થિત નિવાસસ્થાને બ્રાહ્મણ ધારાસભ્યોનો મેળાવડો યોજાયો હતો. લગભગ ત્રણ ડઝન ધારાસભ્યો અને વિધાનસભા પરિષદના સભ્યોએ હાજરી આપી હોવાનું જાણવા મળે છે. સરકાર અને સંગઠનમાં પરિવર્તનના સમયકાળમાં આ રીતે લોક મેળાવડાના રાજકીય અર્થને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. બેઠકના ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે. ભાજપે પણ આ બેઠક ઉપર નજર રાખી છે.

આ સહભોજના ફોટોની સાથે એક વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં ધારાસભ્યો રાજ્યમાં બ્રાહ્મણ વસ્તી સહિત રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરતા સાંભળી શકાય છે. આ મિજબાનીમાં લિટ્ટી-ચોખા અને મંગળવારના વ્રત ભોજનની સાથે સાથે રાજકીય ચર્ચાઓનો સમાવેશ થતો હોવાનું કહેવાય છે. ગત વિધાનસભા સત્ર દરમિયાન ક્ષત્રિય ધારાસભ્યો પણ કુટુંબ પુનઃમિલન કાર્યક્રમના ભાગ રૂપે રાજધાનીની એક હોટલમાં ભેગા થયા હતા.
 
આ પછી અન્ય એક સ્થાને કુર્મી ધારાસભ્યોની પણ બેઠ યોજાઈ હતી. ભાજપે તાજેતરમાં રાજ્ય સંગઠનના નેતૃત્વમાં ફેરફાર કર્યો હતો. કેન્દ્રીય મંત્રી અને મહારાજગંજના સાંસદ પંકજ ચૌધરીને નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અધ્યક્ષ પદ માટે OBC કે બ્રાહ્મણ ઉમેદવારને લઈને ચર્ચાનું બજાર ગરમ હતું. એવામાં નવા વર્ષમાં યોગી મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાઓ પણ તેજ છે. 

હિન્દુત્વના બેનર હેઠળ બધાને એક કરવા માટે પ્રયત્નશીલ RSS અને BJPને પણ જાતિ એકીકરણનો મેસેજ આપતી આવી બેઠકોએ ચિંતિત કરી દીધા છે. જણાવી દઈએ કે ભાજપ પાસે કુલ 46 બ્રાહ્મણ ધારાસભ્યો છે.

આ ધારાસભ્યોએ સહભોજ બેઠક યોજી

પી.એન. પાઠક (ઓર્ગેનાઈઝર), રત્નાકર મિશ્રા, ઉમેશ દ્વિવેદી, પ્રકાશ દ્વિવેદી, રમેશ મિશ્રા, શલભમણી ત્રિપાઠી, વિપુલ દુબે, રાકેશ ગોસ્વામી, રવિ શર્મા, વિનોદ ચતુર્વેદી, સંજય શર્મા, વિવેકાનંદ પાંડે, અનિલ ત્રિપાઠી, અનિલ ત્રિપાઠી, રાજકુમારી, વિવેકાનંદ. બાબુલાલ તિવારી (MLC), વિનય દ્વિવેદી, સુભાષ ત્રિપાઠી, અનિલ પરાશર, કૈલાશનાથ શુક્લા, પ્રેમનારાયણ પાંડે, જ્ઞાન તિવારી, સુનીલ દત્ત દ્વિવેદી, ધર્મેન્દ્ર સિંહ ભૂમિહાર (MLC).

આ સમાચાર શેર કરો