મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ADGP પૂરણ કુમાર બાદ ASI એ કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં દિવંગત IPS પર લગાવ્યા ગંભીર આરોપ

હરિયાણામાં IPS વાય. પૂરણ સિંહ પછી વધુ એક ASI ઓફિસરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. ASI સંદીપ લાઠર હરિ

ADGP પૂરણ કુમાર બાદ ASI એ કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં દિવંગત IPS પર લગાવ્યા ગંભીર આરોપ

હરિયાણામાં IPS વાય. પૂરણ સિંહ પછી વધુ એક ASI ઓફિસરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. ASI સંદીપ લાઠર હરિયાણાના રોહતકમાં સાયબર સેલમાં તૈનાત હતા. પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ પાનાની સુસાઇડ નોટ અને એક વીડિયો મેસેજ મળ્યો છે. 

મૃતક ASI એ પોતાની સુસાઇડ નોટમાં સ્વર્ગસ્થ IPS અધિકારી વાય. પૂરણ કુમાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે લખ્યું છે કે વાય. પૂરણ કુમાર ભ્રષ્ટાચારમાં સામેલ હતા અને જાતિવાદનો ઉપયોગ કરીને સિસ્ટમને હાઇજેક કરી રહ્યા હતા.

ASI એ સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે, તેમણે ભ્રષ્ટ સિસ્ટમ સામે બલિદાન આપ્યું છે. અને આ પરિવારની વિરુદ્ધ નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક ASI મહત્ત્વના કેસની તપાસ ટીમનો હિસ્સો હતા. જે IPS વાય. પૂરણ કુમારના ગનમેન સુશીલ કુમાર સાથે જોડાયેલા કેસ બાબતે હતી. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દઈ તપાસ ચાલુ કરી છે. ફોરેન્સિક ટીમ દ્વારા સુસાઇડ નોટ અને વીડિયો કબજે કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો