Video: અકવાનને લઈ તંત્ર એલર્ટ, દરિયાકાંઠે NDRF તૈનાત

સોર્સ: gstv

ઓડિશાના પુરીમાં ચક્રવાત 'અકવાન'ને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ફાયર સર્વિસ અને NDRFની ટીમોને દરિયાકિનારે તૈનાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા બચાવ અને રાહત કામગીરી માટેની તૈયારીઓ કરવામાં આવી છે. માછીમારો અને સ્થાનિક લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ચક્રવાતની સ્થિતિ પર વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત