મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સૈફ અલી ખાન પર ઘરમાં કેવી રીતે થયો હુમલો? નોકરાણી-સિક્યુરિટી પર શક, પોલીસે 3 શખ્સને ઉઠાવ્યા

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ચોરે ઘરમાં ઘુસીને ચાકુથી હુમલો કર્યો હતો જે બાદ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ

સૈફ અલી ખાન પર ઘરમાં કેવી રીતે થયો હુમલો? નોકરાણી-સિક્યુરિટી પર શક, પોલીસે 3 શખ્સને ઉઠાવ્યા

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ચોરે ઘરમાં ઘુસીને ચાકુથી હુમલો કર્યો હતો જે બાદ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના દરમિયાન એક્ટર સૈફ અલી ખાન અને ચોર વચ્ચે મારામારી પણ થઇ હતી. ઘટના બાદ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. સૈફના ઘરમાં કામ કરનારા ત્રણ કર્મચારીઓને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે.

ઘટનાના બે કલાક પહેલાના CCTV ફૂટેજની તપાસ

સૂત્રો અનુસાર, પોલીસે ઘટનાના બે કલાક પહેલાના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે પરંતુ ઘરની અંદર કોઇ આવતું જોવા મળતું નથી. પોલીસને શક છે કે હુમલાખોર પહેલાથી જ બિલ્ડિંગ અને ઘરમાં ઘુસ્યો હતો. અત્યારે CCTVની તપાસ ચાલી રહી છે. સૈફની બિલ્ડિંગના અન્ય ફ્લેટ અને આસપાસની બિલ્ડિંગમાં કામ કરનારા કર્મચારી/ સફાઇ કર્મચારી વિશે પણ જાણકારી ભેગી કરવામાં આવી રહી છે.

સૈફના નાના પુત્ર ઝેહના રૂમમાં હતો અજાણ્યો શખ્સ

બાંદ્રા પોલીસે નિવેદન જાહેર કરતા જણાવ્યું કે સૈફ અલી ખાન અને કરીના કપુર ખાનના નાના પુત્ર ઝેહના રૂમમાં એક અજાણ્યો વ્યક્તિ હતો. ઘરની હાઉસ હેલ્પરે જ્યારે એલાર્મ વગાડ્યું તો સૈફ અલી ખાન ત્યાં આવ્યો હતો. બચાવમાં અજાણ્યા વ્યક્તિએ સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરી ઘાયલ કર્યો હતો. આ ઘટનામાં તેના ઘરની હાઉસ હેલ્પ પણ ઘાયલ થઇ હતી.

આ પણ વાંચો: સૈફ અલી ખાન પર 6 વખત છરીથી થયો હુમલો, ઊંડા ઘા વાગ્યા, અઢી કલાક ચાલી સર્જરી, ડોક્ટરે આપી માહિતી

સૈફનું નિવેદન નોંધશે પોલીસ

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે શરૂઆતની જાણકારી અનુસાર, એક અજાણ્યો વ્યક્તિ સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો હતો અને બન્ને વચ્ચે મારામારી થઇ હતી. ઘટનાના સમયે અભિનેતાના કેટલાક પરિવારજનો ઘરમાં હાજર હતા. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સૈફ અલી ખાનના ઘરમાં તપાસ કરી રહી છે. સૈફ અલી ખાનની લીલાવતી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે.

કેવી રીતે બની હતી ઘટના

સૂત્રો અનુસાર સૌથી પહેલા બાળકોની નૈનીએ અવાજ સાંભળ્યો અને તે જાગી ગઇ હતી. આ દરમિયાન તમામને બચાવવા માટે સૈફ અલી ખાને હુમલાખોરને પકડવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરે સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કર્યો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો. હુમલા બાદ સૈફને લીલાવતી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

લીલાવતી હોસ્પિટલનું નિવેદન

સૈફ અલી ખાનને લઇને લીલાવતી હોસ્પિટલે પણ નિવેદન જાહેર કર્યું છે. હોસ્પિટલના COO ડૉ. નીરજ ઉત્તમાનીએ કહ્યું, 'સૈફ અલી ખાનને તેમના બાંદ્રા સ્થિત ઘરમાં એક અજાણ્યા શખ્સે ચાકુ માર્યું હતું. સૈફને સવારે 3.30 વાગ્યે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને તેને 6 વખત ચાકુ મારવામાં આવ્યો હતો જેને કારણે સૈફના શરીર પર બે ઊંડા ઘા પડ્યટા છે. એક્ટરનું ઓપરેશન ન્યૂરોસર્જન, કોસ્મેટિક સર્જન અને એેનેસ્થેટિસ્ટ ડૉ.ના નેતૃત્ત્વમાં ડૉક્ટરોની ટીમ કરી રહી છે. ન્યૂરો સર્જરી પુરી થઇ ગઇ છે. એક્ટરના શરીરમાંથી તીક્ષ્ણ વસ્તુઓ કાઢવામાં આવી છે. જે લગભગ 2 થી 3 ઇંચ લાંબી છે. તે છરીનો એક ભાગ હોવાનું કહેવાય છે. સૈફ પર હુમલા બાદ કરીના કપૂર ખાન તેની બહેન કરિશ્મા કપૂર સાથે સવારે 4.30 વાગ્યે હોસ્પિટલ પહોંચી હતી. 

સૈફ અલી ખાનની થઇ સર્જરી

સૈફ અલી ખાનની ટીમે આ મામલે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે અભિનેતાની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે અને સૈફ અલી ખાન હવે સુરક્ષિત છે અને ખતરાથી બહાર છે. સર્જરી બાદ સૈફ અલી ખાનની ટીમે ડૉક્ટરોની ટીમનો આભાર માન્યો હતો. 

સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ સમાચાર શેર કરો